હેપ્પી બર્થ ડે સાહિર શેખ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સાહિર શેખ એ ટેલિવિઝનનો હોટેસ્ટ હંક છે, અને તેણે તેના અભિનયના ઓજસ ઘણા બધા શોમાં પાથર્યા છે. મહાભારતમાં અર્જુનના પાત્રને ન્યાય આપીને દરેક લોકોના દિલમાં સાહિરે જગ્યા બનાવી દીધી હતી. નવ્યામા ચોકલેટી બોયનો રોલ કર્યા પછી મહાભારતમાં અર્જુનનું ધમાકેદાર પાત્ર ભજવ્યુ અને ઘરે ઘરે જાણીતો થઇ ગયો. મહાભારત પછી કુછ રંગ પ્યાર કે ઐસે ભીમાં દેવ દિક્ષિતના પાત્ર દ્વારા દર્શકોના દિલ જીતી લીધા. આ સિવાય પણ તેણે ઘણા બીજા શો પણ કર્યા છે.

KP Shaheer Sheikh e1522135792873

સાહિરે સાબિત કરી આપ્યુ કે તે કોલેજમાં ભણતા છોકરાનું પાત્ર, માઇથોલોજીકલ ડ્રામાનું પાત્ર કે એક બિઝનેસમેનનું પાત્ર દરેકને એ ન્યાય આપી શકે છે. સાહિર તેના લૂક અને ફિઝીકને લઇને ચર્ચામાં રહે છે. તેની આંખો તેની ગર્લ ફેન્સની વિકનેસ છે.

સાહિર તેના વર્કઆઉટ વિડીઓ ઇન્સ્ટા પર પોસ્ટ કરવાનું ભૂલતો નથી.જ્યારથી તેણે નાના પરદે પદાર્પણ કર્યુ છે ત્યારથી તેની ફિમેલ ફેન ફોલોઇંગમાં ઘણો વધારો થયો છે. સાહિરના દરેક શોની ટી.આર.પી હાઇ હોય છે જેનું કારણ છે સાહિરની ફિમેલ ફેન્સ, કારણકે સાહિરને જોવા માટે ગૃહિણીથી લઇને ટીનેજર્સ પણ ટીવીની સામે બેસી જતા હોય છે.

સાહિર શેખે ટેલિવિઝનના લીડ પાત્રની વ્યાખ્યા જ બદલી નાંખી છે, અને સાહિરને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. અલગ અલગ પાત્ર બાદ હવે સાહિર કયા નવા પાત્રમાં આપણી સામે આવે છે તે જોવું રહ્યું. વેલ, સાહિર જન્મદિવસની શુભકામના.

Share This Article