હેપ્પી વેડિંગ એનિવર્સરી એશ-અભિ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

20 એપ્રિલ 2007ના રોજ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન લગ્નના તાંતણે બંધાયા હતા. બોલિવુડમાં લગ્ન ટકતા નથી અને રિલેશનશીપ પણ થોડા સમયમાં ટૂટી જાય છે તેવું કહેવામાં આવે છે, પરંતુ એશ-અભિએ સાબિત કરી આપ્યુ છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં શંકાને સ્થાન નથી હોતું.

kp.comabhiaish3

એશ્વર્યા અને અભિષેકે લગ્ન પહેલા એક વર્ષ સુધી એક બીજા સાથે ડેટીંગ કર્યુ હતુ, ત્યારબાદ જ તેમણે લગ્ન કર્યા હતા. એશ્વર્યા અને અભિષેકને એક દિકરી છે જેનું નામ આરાધ્યા છે. આરાધ્યાના જન્મ વખતથી જ તેને લાઇમલાઇટથી દુર રાખવામાં આવી હતી. તેનો ચહેરો પણ મિડીયા સમક્ષ નહોતો આવવા દીધો. હવે આરાધ્યા સ્કુલ પણ જવા લાગી છે.

એશ્વર્યાએ તેના લગ્નમાં ટ્રેડિશનલ કાંજીવરમ સાડી પહેરી હતી. જે નિતા લુલ્લાએ ડિઝાઇન કરી હતી અને તેની કિંમત 75 લાખ રૂપિયા હતી. તે સાડીની બોર્ડર સોનાની હતી. આ સૌથી મોંઘી સાડી હતી જે કોઇ એક્ટ્રેસે પોતાના લગ્ન માટે પહેરી હોય. બીજી તરફ અભિષેકે વાઇટ અને ગોલ્ડન શેરવાની પહેરી હતી જેમાં તે શોભી ઉઠ્યો હતો.

બચ્ચન બહુ એશ્વર્યા કાચની પૂતળી જેવી જ સુંદર લાગી રહી હતી. તેના લગ્ન બોલિવુડના સૌથી વધારે ચર્ચાયેલા લગ્ન હતા.

Share This Article