ભારતભરમાં આઈફોન 16 સિરીઝ લોન્ચ, પ્રિ બૂકિંગ્સ શરૂ થયા
Apple લવર્સ લાંબા સમયથી iPhone 16 સીરિઝની રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા કંપનીએ નવા iPhone સીરિઝને લોન્ચ કરી હતી અને આજના દિવસે એટલે કે 20 સપ્ટેમ્બરથી આ લેટેસ્ટ એપલ સીરિઝનું વેચાણ ગ્રાહકો માટે શરૂ કરવામાં .આવ્યું હતું. iPhone 16 સીરિઝમાં કંપનીએ ગ્રાહકો માટે ચાર નવા મોડલ્સ ઉતાર્યા છે. iPhone 16, iPhone 16 Pro Max, iPhone 16 Plus, iPhone 16 Pro. અમદાવાદમાં આવેલ આઈટ્રૉનિક્સ & આઇપર્લ એપલ સ્ટોર્સ ખાતે પણ આઈફોન 16 ઓલ સિરીઝ ઉપલબ્ધ છે જેમના અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં કૂલ 7 સ્ટોર્સ છે. આ ઉપરાંત એપલ વોચ સિરીઝ 10, એરપોડ્સ 4th જનરેશન પણ ઉપલબ્ધ રહેશે. આ અંગેની ઘોષણા iTronics & iPearl એપલ સ્ટોર્સના ઓનર પ્રિતેશ પરીખ દ્વારા કરવામાં આવી હતી. ભારતભરમાં આઈફોન 16 સિરીઝ લોન્ચ, કરાઈ છે જેના પ્રિ બૂકિંગ્સ શરૂ થયા છે.
iPhone 16ના ત્રણ વેરિએન્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. 128GB, 256GB, 512GB, આ ત્રણેય વેરિએન્ટ્સની કિંમતો ક્રમશઃ 79,900 રૂપિયા, 89,900 રૂપિયા અને 1,09,900 રૂપિયા છે, જે અલ્ટ્રામરીન, ટીલ, પિંક, વ્હાઇટ અને બ્લેક એમ પાંચ કલરમાં ઉપલબ્ધ છે. iPhone 16ની જેમ જ iPhone 16 Plusના પણ ત્રણ વેરિએન્ટ્સ છે. 128GB, 256GB, 512GB જેમની ક્રમશઃ કિંમત 89,900 રૂપિયા, 99,900 રૂપિયા, 1,19,900 રૂપિયા છે.
iPhone 16 સીરિઝનો પ્રો વેરિએન્ટ તમને ચાર વેરિએન્ટ્સમં મળશે. 128GB વેરિએન્ટની કિંમત 1,19,900 રૂપિયા, 256GB વેરિએન્ટની કિંમત 1,29,990 રૂપિયા, 512GB વેરિએન્ટની કિંમત 1,49,900 રૂપિયા અને 1TB વાળા ટોપ વેરિએન્ટની કિંમત 1,69,900 રૂપિયા છે, જેમાં બ્લેક ટાઇટેનિયમ, વ્હાઇટ ટાઇટેનિયમ, નેચરલ ટાઇટેનિયમ, ડેઝર્ટ ટાઇટેનિયમ કલર્સ ઉપલબ્ધ છે. ફીચર્સની વાત કરીએ તો iPhone 16માં 6.1-ઇંચની ડિસ્પ્લે અને iPhone 16 Plusમાં 6.7-ઇંચની ડિસ્પ્લે મળશે. સ્ક્રીનની બ્રાઇટનેસ 2000 Nits છે. એમાં તમારી પાસે કેમેરા કેપ્ચર બટન છે, જેની મદદથી તમે એક ક્લિકમાં કેમેરાને એક્સેસ કરી શકશો. આ સિવાય યુઝર્સ ફોટો પણ ક્લિક કરી શકશે. iPhone 16 પ્રો મેક્સ એ આ સીરિઝનો સૌથી શ્રેષ્ઠ ફોન છે. આ ફ્લેગશિપ ફિચર્સ વાળા મોડલના ત્રણ વેરિએન્ટ્સ ઉતારવામાં આવ્યા છે. આ ફોનના 256 જીબી વાળા મોડલની કિંમત 1,44,900 રૂપિયા, 512 જીબી વાળા મોડલની કિંમત 1,64,900 રૂપિયા અને 1 ટીબી વાળા ટોપ મોડલની કિંમત 1,84,900 રૂપિયા છે.
અમદાવાદમાં આવેલ આઈટ્રૉનિક્સ & આઈપર્લ એપલ સ્ટોર્સના ઓનર પ્રિતેશ પરીખે જણાવ્યું હતું કે, “આજે અમારા માટે ખાસ દિવસ છે કે આજે iPhone એપલ ફોન સિરીઝ લોન્ચ કરવામાં આવી છે. આપણા માટે ગર્વની વાત કહી શકાય કે એમાં iPhone 16 અને 16 પ્લસ મેડ ઈન ઈન્ડિયા છે. આ ઉપરાંત એપલ વોચ સિરીઝ 10 લોન્ચ કરવા આવી છે ને વોચ અલ્ટ્રા 2માં નવા કલર્સ લોન્ચ કરવામાં આવ્યા છે. ઉપરાંત, અમારા સ્ટોર્સ પર iPhone 16 સિરીઝની ખરીદી પર પસંદગીના ક્રેડિટ કાર્ડ્સ પર રૂ. 5000 સુધીનું એસ્યોર ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને નો કોસ્ટ ઈએમઆઈ ઉપલબ્ધ છે. આ ઉપરાંત આઈફોન 16 સિરીઝ 24 મહિનાના નો કોસ્ટ ઇએમઆઇ પર ઉપલબ્ધ થઇ શકશે.”
iPhone 16 સીરીઝમાં A18 પ્રો / A18 ચિપસેટ આપવામાં આવી છે. તેમાં એપલ ઇન્ટેલિજન્સનું ફીચર છે, જેની સાથે પ્રાઇવસીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.