હેપ્પી બર્થ ડે કેપ્ટન કૂલ ધોની

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનો આજે જન્મદિવસ છે. આખા વિશ્વમાં ધોનીના ફેન્સ છે. ત્યારે તેમને વિશ્વભરમાંથી જન્મદિવસની શુભકામનાઓ મળી છે. જ્યારે સુરેશ રૈનાએ ધોનીના બર્થડે ને બ્લેસ્ડ ડે ગણાવ્યો છે. ખૂબ જ સુંદર પોસ્ટ કરીને મહેન્દ્ર સિંહ ધોનીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. ઉલ્લેખનિય છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ 37 વર્ષ પૂર્ણ કર્યા છે.

સુરેશ રૈનાએ કહ્યુ છે કે તમારા જેવા લેજન્ડ જ્યારે ધરતી પર અવતર્યા છે તે દિવસને બ્લેસ્ડ ડે જ ગણી શકાય. હેપ્પી બર્થ ડે બ્રધર. ધોની રૈનાની ઇન્સ્પિરેશન છે અને હંમેશા રહેશે તેવુ પણ કહ્યુ હતુ. એક ખુબ સુંદર તસવીર મુકીને સુરેશ રૈનાએ તેમના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલથી આ પોસ્ટ મુકી હતી.

મહેન્દ્ર સિંહ ધોનીને આખા ભારતમાંથી બર્થ ડે વિશ આવ્યા છે. ભારતના કેપ્ટન કૂલના નામથી જાણીતા ધોનીએ ભારતને વર્લ્ડ કપ અપાવ્યો તે દિવસથી તેમનામાં લોકોનો ભરોસો વધી ગયો હતો. વેલ, હેપ્પી બર્થ ડે કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની.

Share This Article