આરંભથી જ &TV પરનો શો હપ્પુ કી ઉલટન પલટને તેની અસાધારણ છતાં રોમેન્ટિક વાર્તા અને પરફેક્ટ કોમિક ટાઈમિંગ સાથે દર્શકો સાથે ઉત્તમ સુમેળ સાધ્યો છે. દર્શકોએ હપ્પા પર હૃદયપૂર્વક પ્રેમની વર્ષા કરવા સાથે તેની પ્યારી છતાં દબંગ દુલ્હનિયા રજ્જોએ પણ દર્શકોને રીઝવ્યા છે. હપ્પુ અને રાજેશની કેમિસ્ટ્રી નિશ્ચિત જ બધાને મોહિત કરે છે ત્યારે રાજેશ (કામના પાઠક) અને અમ્મા (હિમાની શિવપુરી) વચ્ચેની કેમિસ્ટ્રી તાજગીપૂર્ણ છે અને સિલ્વર સ્ક્રીન પર સાસ- બહુને જે રીતે બતાવે છે તે જૂની ઘરેડને તોડી નાખે છે. શો હવે તેના ૧૦૦ એપિસોડ સફળતાથી પૂરા કરવા સાથે તેના શ્રેયમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો કરી રહ્યો છે.
આ અવસરે ખુશી અને જોશ લાવતાં કલાકારો અને ક્રુએ શોના સેટ્સ પર મિની ઉજવણી રાખી હતી. ભવ્ય સ્વાદિષ્ટ કેક સાથે બધાનો દિવસ મીઠાશભર્યો રહ્યો હતો. શોના બધા કલાકારો, ટેકનિશિયનો, પ્રોડ્યુસરો અને આસિસ્ટન્ટ ડાયરેક્ટરો એક ભવ્ય મોટા પરિવાર તરીકે ઉજવણી કરવા માટે ભેગા થયા હતા.
આ વાતથી આનંદિત યોગેશ ત્રિપાઠી ઉર્ફે હપ્પુ કહે છે, શોની સફળતા અને ભરપૂર પ્રેમ જોતાં મારે માટે સપનું સાકાર થવા જેવું છે. ૧૦૦ એપિસોડ સફળતાથી પૂરા કર્યા તે અમારે માટે સિદ્ધિ છે અને અમે બધાએ ભેગા મળીને સેટ્સ પર ઉજવણી કરી હતી. હું દરેક ક્રુ સભ્યો, સહ- કલાકારો હિમાનીજી અને કામના પાઠકનો આભારી છું, જેઓ અત્યંત સારા કલાકારો છે અને આ સિદ્ધિ હાંસલ કરવા માટે દર્શકોએ પણ અમને બહુ ટેકો આપ્યો છે. આ ઘણી બધી સુંદર સ્મૃતિઓ અને સંપૂર્ણ નવા અનુભવ સાથે અતુલનીય પ્રવાસ રહ્યો છે. મને ખુશી છે કે લોકોને દરોગા હપ્પુ સિંહ ગમી ગયો છે અને તેઓ આ રીતે જ અમને ટેકો અને પ્રેમ આપતા રહે તે બાબતે અમે ઉત્સુક છીએ.
આમાં ઉમેરો કરતા કામના પાઠક ઉર્ફે રાજેશ કહે છે, દર્શકો સપ્તાહ દર સપ્તાહ અમારી પર પ્રેમ વરસાવી રહ્યા છે તે અદભુત છે. આવા કલાકારો સાથે ટેલિવિઝન પર પદાર્પણ કરવાનો મોકો મળ્યો તે ખરા અર્થમાં ચમત્કારી અનુભવ છે. હિમાનીજી અને યોગેશ સાથે હમણાં સુધીનો અનુભવ બહુ જ મજેદાર રહ્યો છે. ઉપરાંત અમારા શોના બાળકો રોજ અમારા બધા માટે ખુશી અને સ્મિત લઈને આવે છે. બધા કલાકારો અને ક્રુની મહેનત આ શોને ઉત્તમ સફળતા અપાવે છે. અમે ઘણી બધી વધુ સ્મૃતિઓ નિર્માણ કરવા અને આ નાના પરિવાર સાથે વધુ સિદ્ધિઓ હાંસલ કરવા માટે ઉત્સુક છીએ.
આગામી એપિસોડમાં અમ્મા અને રાજેશ વચ્ચે ઘમસાણ શેરોશાયરીની સ્પર્ધા રહેશે. અમ્માને એક જૂની ડાયરી મળે છે જેમણે એક સમયે તેણે લખેલી શાયરીઓનું સંકલન હોય છે. બેની તેને એવું કહે છે કે એક મિત્ર પુસ્તક છપાવવામાં મદદરૂપ થઈ શકે છે, જેથી અમ્મા ખુશખુશાલ થઈ જાય છે અને તે પછી શાયરીની કુશળતા માટે રાજેશને ટોણા મારવાનું શરૂ કરે છે, જેને લીધે બંને વચ્ચે સ્પર્ધા જામે છે. આખરે આ સ્પર્ધામાં કોણ જીતશે અને આખરે કોણ અસલી શાયર તરીકે ઊભરી આવશે તે જોવું રહ્યું.