‘શારીરિક ઈચ્છા વગર સગીરાની પીઠ અને માથા પર હાથ ફેરવવો એ મર્યાદાનું અપમાન નથી : બોમ્બે હાઈકોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોમ્બે હાઈકોર્ટની નાગપુર પીઠે ૨૮ વર્ષની એક વ્યક્તિની સજાને રદ કરતા ટિપ્પણી કરી કે કોઈ પણ શારીરિક ઈચ્છા વગર સગીરાની પીઠ અને માથા પર ફક્ત હાથ ફેરવવાથી તેની મર્યાદા ભંગ થતી નથી. આ મામલે આરોપી વિરુદ્ધ મર્યાદા ભંગની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતા જિલ્લા કોર્ટે આરોપીને છ માસની સજા સંભળાવી હતી. આ મામલે ૨૦૧૨નો છે જ્યારે ૧૮ વર્ષના દોષિત પર ૧૨ વર્ષની છોકરીના મર્યાદા ભંગ કરવાના આરોપમાં કેસ દાખલ થયો હતો. પીડિતાના જણાવ્યાં મુજબ આરોપીએ તેની પીઠ અને માથા પર હાથ ફેરવીને કમેન્ટ કરી હતી કે તે મોટી થઈ ગઈ છે.

ન્યાયમૂર્તિ ભારતી ડાંગરેની એકલ પીઠે સજાને રદ કરતા કહ્યું કે દોષિત તરફથી કોઈ પણ શારીરિક ઈચ્છા નહતી અને તેના કથનથી સંકેત મળે છે કે તેણે પીડિતાને એક બાળકી તરીકે જોઈ હતી. સૌથી મહત્વપૂર્ણ મહિલાની લજ્જા ભંગ કરવાનો ઈરાદો ધરાવો એ છે બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે ફરિયાદી પક્ષ કોઈ પણ પ્રકારના પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો છે કે આરોપીની છોકરીની મર્યાદા ભંગ કરવાની ઈચ્છા હતી. પીઠે કહ્યું કે આરોપીના નિવેદનથી નિશ્ચિત રીતે સંકેત મળે છે કે તેણે તે છોકરીને એક બાળકી તરીકે જોઈ હતી અને આથી તેણે કહ્યું કે તે મોટી થઈ ગઈ છે.

ફરિયાદી પક્ષ મુજબ ૧૫ માર્ચ ૨૦૧૨ના રોજ અપીલકર્તા જે ત્યારે ૧૮ વર્ષનો હતો, પીડિતાના ઘરે ગયો હતો. ત્યારે તેણે તેની પીઠ અને માથાને સ્પર્શ કર્યો અને કહ્યું કે તે મોટી થઈ ગઈ છે. ફરિયાદી પક્ષ મુજબ છોકરી અસહજ થઈ ગઈ અને મદદ માટે બૂમો પાડી.  ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવતા છ મહિનાની સજા થઈ જેના વિરુદ્ધ વ્યક્તિએ હાઈકોર્ટમાં આદેશ સામે અપીલ દાખલ કરી હતી. પોતાના આદેશમાં હાઈકોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટે આ મામલે ભૂલ કરી હતી. પ્રથમ દ્રષ્ટિએ કોઈ પણ શારીરિક ઈરાદા વગર એક અચાનક થયેલી કાર્યવાહી દેખાય છે.

Share This Article