હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટસ માર્કેટનુ કદ રોકેટ ગતિથી વધી રહ્યુ છે. આવનાર સમયમાં તેમાં વધારે તેજી આવવાના સંકેત દેખાઇ રહ્યા છે. હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ સેલને લઇને હવે ઉદ્યોગસાહસિકો પણ લોકોની પસંદ મુજબ નવા નવા પ્રયોગ કરી રહ્યા છે. આર્ટિજન પ્રોડક્ટની માંગ વૈશ્વિક સ્તર પર ૮-૯ ટકા વાર્ષિક દરે વધી રહી છે. આમાં ભારત ઉપરાંત ચીન અને અફઘાનિસ્તાનની ચીજાની માંગ સૌથી વધારે જાવા મળી રહી છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક સર્વે બાદ તેના તારણો જારી કરવામાં આવ્યા હતા. જેનાથી જાણી શકાય છે કે હેન્ડીક્રાફ્ટ માર્કેટનુ કદ કેટલી ઝડપથી વધી રહ્યુ છે. આ સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૨૩ સુધી હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટસમાં માર્કેટ કદ ૯૮૫ અબજ ડોલર સુધી પહોંચી શકે છે. જેમાં સૌથી વધારે માંગ ઇમિટેશન, જ્વેલરી, માર્બલ ક્રાફ્ટ, જરી પ્રોડક્ટસ, કારપેટનો સમાવેશ થાય છે. દેશમાં પણ છેલ્લા પાંચ વર્ષના ગાળામાં હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટસ માર્કેટનુ કદ સતત વધી રહ્યુ છે.
મેકિંગ અને માર્કેટિંગથી લઇને વધારે જાણરુકતા જાવા મળી રહી છે. આ જ કારણસર ઓનલાઇન એવા પ્રોડક્ટસની ઉપલબ્ધતા પણ વધી ગઇ છે. ભારતમાં ૧૭ ટકા કરતા વધારે ઐર્ટિજન અને ટ્રાઇબ્સ એવા છે જેના દ્વારા સ્ટાર્ટ અપ તરીકે આવા પ્રોડક્ટસ મેકિંગની ફરી શરૂઆત કરી છે. ચીજાની યોગ્ય કિંમતો અને માર્કેટિંગ માટે ઓનલાઇન સેલ ઉપરાંત તેમની પાસે કેટલાક અન્ય વિકલ્પ રહેલા છે. આ વિકલ્પને લઇને પણ ચર્ચા છે. ઓનલાઇન પ્રોડક્ટસ સેલ કરવાની બાબત ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા લોકોની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ઉપયોગી બની શકે છે પરંતુ આ પડકાર છે. ઓનલાઇન પ્રોડક્ટ સેલ કરવાની બાબત ગ્રામીણ વિસ્તારમાં રહેતા હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટસ મેકર માટે પડકારરૂપ છે. જાણકાર લોકો કહે છે કે મેટ્રો શહેરોમાં હવે વીક ડે માર્કેટની બોલબાલા દેખાઇ રહી છે. શહેર ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં એક એક દિવસે આવા અસ્થાયી માર્કેટ લાગતા રહે છે. જ્યાં તમામ પ્રકારની વસ્તુઓ મળે છે. હેન્ડીક્રાફ્ટ સાથે જાડાયેલા કારોરાબારી માટે આ વિકલ્પ ખુબ સારા વિકલ્પ તરીકે છે. આના માટે આવા ઉદ્યોગસાહસિકોને તેમના આસપાસના શહેરોમાં લાગતા માર્કેટ અંગે માહિતી મેળવી લેવાની જરૂર હોય છે. રિસર્ચ કરવામાં આવ્યા બાદ તેઓ આ માર્કેટમાં પહોંચનાર લોકોની જરૂરિયાતની માગ મુજબ પ્રોડક્ટસ બનાવી શકે છે.
આવા માર્કેટમાં વધારે માંગ ફેસન ડેકોર સાથે જાડાયેલી ચીજાની રહે છે. કેફે કમ આર્ટ ગેલેરી વાળી આ જગ્યાને પણ પ્રોડક્સ સેલ માટે વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય છે. એક સ્થાયી અને અસ્થાયી કાઉન્ટર તેમજ એક કોન્ટ્રાકટની સાથે બિઝનેસને અહીં સ્ટાર્ટ કરવામાં આવી શકે છે. પ્રવાસી સ્થળની નજીક આની ખાસ બોલબાલા રહે છે. ખાસ કરીને રાજસ્થાની હેન્ડીક્રાફ્ટ મેકર માટે પ્રવાસી સ્થળ વધારે સાનુકુળ અને આદર્શ તરીકે રહે છે.પોપ અપ સ્ટાર પણ વિકલ્પ તરીકે છે. આ એવા સ્ટોર હોય છે જે સિઝન અથવા તો ફેસ્ટિવલ મુજબ કામ કરે છે. જો કે તેમની સંખ્યા ખુબ ઓછી હોય છે. આવી સ્થિતીમાં સ્ટોર સંચાલક સાથે તમે સંપર્ક કરી શકો છો. અહીં કમીશન કોન્ટ્રાક્ટ માટે તમે હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટસ વેચી શકો છો. સ્થાનિક અને દેશના જુદા જુદા હિસ્સામાં આયોજિત થનાર ફેસ્ટિવલ ફેયર અથવા તો શોપિંગ કાર્નિવલમાં જતા એવા સ્ટોર માલિકથી તમે સંપર્ક કરી શકો છો.
આવી સ્થિતીમાં સેલમાં વધારો થઇ શકે છે. સરકારી ક્રાફ્ટ ફેયર ઉપરાંત આર્ટિજન સ્કુલ, કોલેજ અને સોશિલ કોમ્યુનિટી તરફથી લાગતા મેળામાં પણ પોતાની ચીજા રજુ કરી શકાય છે. આવા મેળા મારફતે સેલમાં વધારો થાય છે. આના માટે માર્કેટિંગનો રસ્તો પણ ખુલી જાય છે. કેટલાક લોકો કહે છે કે ચેરિટી ઇવેન્ટસનો ઉપયોગ પણ આવા પ્રોડક્ટસના વેચાણ માટે કરવામાં આવી શકે છે. આનો ઉપયોગ બિઝનેસ પ્લેટફોર્મ તરીકે કરવામાં આવી શકે છે.
આ ઇવેન્ટસ સાંસ્કૃતિક, ધાર્મિક અને ફન ફેયર સાથે સંબંધિત હોય છે. હેન્ડીક્રાફ્ટ ચીજોની બોલબાલા ભારતમાં વધી રહી છે. હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટસ વેચાણ માટે ઓનલાઇન ઉપરાંત અન્ય કેટલાક વિકલ્પ પણ વેચાણ માટેના હોઇ શકે છે. આના પર ધ્યાન આપીને વેચાણને વધારી શકાય છે.