હેલ બેરી સિવાય કોઇ બ્લેક ઓસ્કાર જીતી શકી જ નથી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોસએન્જલસ : હોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી હેલ બેરીએ વર્ષ ૨૦૦૨માં ઓસ્કાર જીતીને ઇતિહાસ સર્જયો હતો. તે ઓસ્કાર  જીતનાર પ્રથમ આફ્રિકન સ્ટાર બની હતી. તે પ્રથમ બ્લેક સ્ટાર બની હતી. ત્યારબાદ તેના માર્ગ પર આગળ વધીને કોઇ બ્લેક સ્ટાર ઓસ્કાર જીતી શકી નથી. ઓસ્કારની દોડમાં અનેક બ્લેક બ્યુટી રહી છે. જો કે ઓસ્કાર જીતવામાં સફળતા મળી નથી. ૫૦ વર્ષની વયમાં પહોંચેલી હેલ બેરી મોન્સ્ટર બેલમાં તેના પરફોર્મના કારણે ઓસ્કાર જીતી ગઇ હતી.

તે હોલિવુડમાં સૌથી સક્રિય સ્ટાર પૈકીની એક તરીકે રહી હતી. હેલ બેરી જેમ્સ બોન્ડ ફિલ્મોમાં પણ કામ કરી ગઇ છે. તેની આ જાસુસી ફિલ્મમા પણ પસંદગી કરવામાં આવી હતી. એક સમય તે સૌથી મોંઘી સ્ટાર તરીકે ઉભરી આવી હતી. જો કે હાલમાં તે ઓછી સક્રિય રહેવા માટેના પ્રયાસ કરી રહી છે. તેની પાસે ઓફર સારી આવી રહી છે. પીપલ મેગેઝીન સાથેની વાતચીતમાં હેલ બેરીએ કહ્યુ છે કે તે ઇચ્છે છે ક અન્ય હોલિવુડ બ્લેક મહિલા પણ ઓસ્કાર જીતવામાં સફળ રહે. તે વિતેલા વર્ષોમાં કેટલાક કારણોસર વિવાદમાં પણ રહી છે. કારણ કે તેના અંગત કેટલાક પુરૂષો સાથેના સંબંધની ચર્ચા રહી હતી.

હેલ બેરીની સાથે સ્પર્ધામાં તે અભિનેત્રી હતી તેમાં એન્જેલિના જોલી, જુલિયા રોબર્ટસ અને અન્ય અભિનેત્રીનો સમાવેશ થાય છે. તેના નિવેદનની ચર્ચા જોવા મળી રહી છે. અવતાર ફિલ્મની હેલ બેરી સતત પ્રશંસા કરતી રહે છે. તે પણ એક એક્શન ફિલ્મની અભિનેત્રી તરીકે રહી છે.

Share This Article