નવી દિલ્હીઃ ‘હલ્કા’ (આરામ) ૮ વર્ષના છોકરા પિચકૂની કહાણી છે, જે ઉત્તમ જીવન જીવવા ઇચ્છે છે. તે ખુ્લ્લમાં શૌચની આદતનો અસ્વીકાર કરે છે. તેનું એક જ સપનું છે પોતાના માટે એક શૌચાલયનું નિર્માણ કરવું. ‘હલ્કા’ પિચકૂના સમર્પણ, સંધર્ષ અને આકાંક્ષાની કહાણી છે. પિતાના વિરોધ છતાં પણ તે પોતાનું શૌચાલય બનાવવામાં સફળ થાય છે. આ પ્રકારે તે સ્લમ સમુદાયનો હીરો બની જાય છે.
ફિલ્મના ડાયરેક્ટર છે પદ્મશ્રી નીલ માધવ પાંડા, જેઓએ ઘણી પ્રખ્યાત ફિલ્મો બનાવી છે, જેમ કે – આઈ એમ કલામ, જલપરી, કૌન કિતના પાની મેં અને કડવી હવા.
‘હલ્કા’ ફિલ્મ ૫ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ ભારતમાં રીલિઝ થશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ફિલ્મને ઘણા પુરસ્કાર પ્રાપ્ત થયા છે, જેમ કે – મોટ્રિઅલ બાળ ફિલ્મ મહોત્સવ અને પોલેંડમાં બાળ અને યૃવા ફિલ્મ મહોત્સવનો એવોર્ડ.
કેન્દ્રીય આવાસ અને સહેરી બાબતોના રાજ્ય મંત્રી હરદીપ પુરીએ નવી દિલ્હી નગર પાલિકા પરિષદના સહયોગથી સ્વચ્છ ભારત મિશન (શહેરી) અંતર્ગત બનેલી બોલીવુડ ફિલ્મ ‘હલ્કા’નું ઓફિશિયલ ટ્રેલર, સંગીત અને પોસ્ટર લોંચ કર્યું. આ પ્રસંગે ફિલ્મના સંગીત દિગ્દર્શક શંકર મહાદેવને લાઇવ પ્રસ્તુતિ આપી હતી.