ટીવી એક્ટ્રેસ હેલી શાહ કાન્સની ટ્રિપ બાદ ખુશખુશાલ છે. પોતાની ફિલ્મ કાયા પલટનું પોસ્ટર લોન્ચ કરવા માટે હેલી કાન્સ ફેસ્ટિવલમાં ગઈ હતી. ફેસ્ટિલવમાં ભાગ લેવાની તક તેના માટે સપના સમાન હતી. ગ્લોબલ પ્લેટફોર્મ પર જતાં પહેલાં હેલી અને તેની ટીમે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. કાન્સમાં આઉટફ્ટિસનું મહત્ત્વનું સ્થાન હોય છે.
પોતાના આઉટફિટ્સ ડિઝાઈન કરવા માટે હેલીએ ઘણાં ઈન્ડિયન ડિઝાઈનર્સનો સંપર્ક કર્યો હતો, પરંતુ મોટાભાગનાએ ના પાડતાં તેણે ઈન્ટરનેશનલ ડિઝાઈનરની મદદ લીધી હતી. પોતે ટેલિવિઝન આર્ટિસ્ટ હોવાના કારણે આ પ્રકારે ભેદભાવ થતા હોવાનું હેલીનું માનવું છે. હેલીએ જણાવ્યું હતું કે, તમે શું પહેરો છો, તેના કરતાં વધારે મહત્ત્વનું એ છે કે, આઉટફિટ્સ પહેર્યા પછી કેવું લાગે છે. જાે કે ઈન્ડિયન ડિઝાઈનર્સે તેના આઉટફિટ્સ ડિઝાઈન કરવાની ના પાડતાં હેલી ખૂબ દુઃખી થઈ હતી.
તેણે જણાવ્યું હતું કે, કાન્સ ફેસ્ટિલવની તૈયારી શરૂ કરી ત્યારે મારા મેનેજરે ઘણાં ડિઝાઈનર્સનો એપ્રોચ કર્યો હતો. કેટલાક ડિઝાઈનર્સને બાદ કરતાં કોઈ ડિઝાઈનર મને તેના આઉટફિટ આપવા તૈયાર ન હતો. મને ઈન્ડિયન ડિઝાઈનર્સના આઉટફિટ્સ પહેરવાનું ગમ્યુ હોત. સ્વરાગિની, સુફિયાના પ્યાર મેરા અને ઈશ્ક મેં મર જાવાં જેવા ટીવી શો કરનારી હેલીએ સ્વીકાર્યું હતું કે, બોલિવૂડ એક્ટર્સ કરતાં ટીવી સ્ટાર્સને ઉતરતા માનવામાં આવે છે. ટીવી ટેગ લાગી જાય પછી ફિલ્મ મેકર્સ પણ રોલ આપતાં ખચકાય છે. ટીવી અને ફિલ્મ સ્ટારને સમાન રીતે ટ્રીટ કરવા જાેઈએ.