દેવાળુ ફુંકી નાંખવાના કિનારે રહેલી એક વખતની મહાકાય કંપની વિડિયોકોનને ખરીદી લેવા માટે હલ્દીરામ, વેદાન્તા અને ઇન્ડોનેશિયાના અબજોપતિ કારોબારી રોબર્ટ હાર્ટોનોએ રસ દર્શાવ્યો છે. વિડિયોકોન કોઇ સમય પ્રતિષ્ઠિત કંપની તરીકે હતી. સુત્રોના કહેવા મુજબ કુલ આઠ કંપનીઓ વિડિયોકોનને ખરીદી લેવાના દોડમાં સામેલ છે. વિડિયોકોનનો મામલો નવા દેવાળા કાનુન હેઠળ આવી શકે છે.
આઠ દેવાદારો દ્વારા સત્તાવાર રીતે કંપનીને ખરીદી લેવા માટે તેમનો રસ દર્શાવ્યો છે. રસના દસ્તાવેજા પણ તૈયાર કરીને રજૂ કરી દીધા છે. ત્યારબાદની આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચુકી છે. કંપની માટે આ વર્ષે ઓગષ્ટ મહિનાથી જ ખરીદારોની શોધખોળ ચાલી રહી હતી. બેકિંગ સુત્રોના કહેવા મુજબ અન્ય દેવાદારો વ્યુહાત્મક અને નાણાંકીય રોકાણકારો સામેલ છે. આ ઉપરાંત એક સરકારી તેલ કંપની પણ સ્પર્ધામાં સામેલ છે. વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝના કારોબારમાં વિવિધતા છતાં તમામ સંભવિત દાવેદારોને નક્કર યોજના રજૂ કરવા માટે કહેવામાં આવ્યુ છે.
ઇન્ડોનેશિયાની સૌથી મોટી ખાનગી બેંક અને તમાકુ કંપની ચલાવનાર હાર્ટોનો પરિવારની કુલ સંપત્તિ ૩૮ અબજ ડોલરની આસપાસની છે. આ પરિવારે પોતાની હોલ્ડિંગ કંપની મારફતે વિડિયોકોન માટે બોલી લગાવી હતી. આ એશિયામાં પાંચ સૌથી અમીર પરિવારોમાં સામેલ છે.
વિડિયોકોન કંપની પર અભૂતપૂર્વ દેવુ રહેલુ છે. કંપની પર કુલ ૨૦૦૦૦ કરોડ રૂપિયાનુ દેવુ છે. ભારતીય સ્ટેટ બેંકના નેતૃત્વમાં દેવાદારો દ્વારા દેવાળુ ફુંકી ચુકેલી કંપની સામે સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. વિડિયોકોન કંપનીની મુશ્કેલી હાલમાં વધી રહી છે. તેને કાયદાકીય ગુચનો સામનો કરવો પડી શકે છે. વિડિયોકોનની પ્રતિષ્ઠા એક વખતે ખુબ શાનદાર રહી હતી. તેની બોલબાલા ટોપ પર રહી હતી.