હેર બ્રશ ગાઈડ ૧૦૧- તમારા વાળ માટે હેરબ્રશ કઈ રીતે ચૂંટશો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ફાઉન્ડેશન, ડ્રેસ કે લિપસ્ટિક ચૂંટતી વખતે આપણે બહુ ધ્યાન રાખીએ છીએ, પરંતુ હેરબ્રશ ચૂંટવાનો વારો આવે ત્યારે તેટલી બારીકાઈથી ધ્યાન અપાતું નથી. દરેક વાળના પ્રકાર માટે હેરબ્રશ છે, જે તમારી આવશ્યકતા અનુસાર અચૂક ઢાળવામાં આવેલા હોય છે. એમેઝોન બ્યુટી એન્ડ લક્ઝરી બ્યુટીનાં કન્ટેન્ટ હેડ સોબિયા મોગલે સૌથી સામાન્ય હેરબ્રશીઝ ઓળખી કાઢીને તમારે માટે લેગવર્ક કર્યું છે અને તમારા વાળના પ્રકાર માટે ઉત્તમ હેર બ્રશ કયું રહેશે અને શા માટે તે સમજાવે છે. આમાંથી અમુક મુદ્દા તમને આશ્ચર્યમાં મૂકી શકે છે!

hair brush e1552658390163

પેડલ બ્રશ :

આ બ્રશીઝ સામાન્ય રીતે ઉપલબ્ધ હોય છે, જે નરમ કુશનયુક્ત તળિયું અને બોલ-ટિપ બ્રિસલ્સ ધરાવે છે, સજે ધીમેથી તમારી કાલ્પને માલિશ કરે છે અને મુલાયમ રીતે ગૂચ દૂર કરે છે. જો વાળ નૈસર્ગિક રીતે મુલાયમ હોય તો તેનું મુલાયમપણું અને ચમકને બહેતર બનાવે છે. જો તમારા વાળને તમે સ્ટ્રેટન કરવા માગતા હોય તો આ બ્રશ ઈસ્ત્રી તેનો ચમત્કાર સર્જે તે પૂર્વે ગૂંચને દૂર પણ કરે છે.

વેન્ટેડ બ્રશ :

નામ અનુસાર બ્રશીઝના આ પ્રકારમાં વેન્ટ્‌સ હોય છે, જે હવાને દરેક ખૂણાથી તમારા વાળ અને સ્કાલ્પમાં પહોંચાડે છે. તમારા વાળના ટેક્સચરને બહેતર બનાવવા સાથે તે તમારા વાળનું વોલ્યુમ વધારે છે. ઝડપી બ્રશ તમારા વાળને ભરાવદાર દેખાવ આપી શકે અને ભીના વાળ સૂકવવાનો સમય પણ અડધોઅડધ ઓછો કરે છે. (તમારા વાળમાં હેરબ્રશ ફેરવો તે પૂર્વે તે ૮૦ ટકા સુકાયેલા હોય તેની ખાતરી રાખો).

ગોળ બ્રશ :

ગોળ બ્રશ વોલ્યુમમાં ઉમેરો કરવા સાથે તમારા લૂકમાં કર્લનો સ્પર્શ પણ ઉમેરે છે. નાના આકારના બ્રશ તંગ કર્લ્સ નિર્માણ કરે છે અને મોટો આકાર ઢીલા કર્લ્સ નિર્માણ કરે છે. બ્રશ આસપાસ તમારા વાળમાં જખમ હોય તો તેની પર અમુક ઠંડી હવા છોડીને તમારી સ્ટાઈલને વધુ લાંબી ટકાવવામાં મદદ કરે છે.

ટીઝિંગ બ્રશ :

ટીઝિંગ બ્રશ તમારા વાળને નવા પ્રવાહની હેરસ્ટાઈલમાં ફેરવવા માટે બેક- કોમ્બિંગ અને ટીઝિંગ હેરસ્ટાઈલિંગ માટે પરફેક્ટ છે. તે તમારા વાળમાં ટેક્સચર અને વોલ્યુમ નિર્માણ કરવા સાથે નમ્ર છે. ટીઝિંગ બ્રશ અજમાવવા માટે તમારે હેરસ્ટાઈલ પર ભાર આપવાની જરૂર નથી. તમે તમારી પોનીટેઈલને પરિપૂર્ણ લૂક આપવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

 

hair brush2

વાઈડ- ટૂથ કોમ્બ્સ :

ટેકનિકલ રીતે બ્રશ તરીકે તે પાત્ર નથી, પરંતુ નિશ્ચિત જ વાળ માટે મહત્વપૂર્ણ છે. તમારા વાળ ભીના હોય અને તમારી પાસે બિલકુલ સમય નહીં હોય તો ગૂંચ દૂર કલરવા માટે વાઈડ- ટૂથ કોમ્બનો ઉપયોગ કરી શકો છો. તે ગાંઠોને આસાનીથી દૂર કરે છે અને તમારા વાળમાં બ્રેકેજ અથવા હાનિ પેદા થવા દેતું નથી. જો તમે વધુ પડતી ગૂંચ અને વિખૂટા છેડાઓથી પીડાતા હોય તો તે દૂર કરવા માટે આ કોમ્બ તમારે માટે ઉત્તમ છે.

Share This Article