હોમ એપ્લાયન્સીસ અને કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સમાં વૈશ્વિક આગેવાન અને લાગલગાટ 9 વર્ષ થી મુખ્ય એપ્લાયન્સીસમાં દુનિયાની નં. 1 બ્રાન્ડ હાયરે તેનાં પ્રીમિયમ ગ્લાસ ફિનિશ સાઈડ બાય સાઈડ રેફ્રિજરેટર HRF-748CG/KG લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
આ લોન્ચ પર બોલતાં હાયર એપ્લાયન્સીસ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ એરિક બ્રગેન્ઝાએ જણાવ્યુ હતું કે હાયરમાં અમે આધુનિક સમકાલીન પરિવારની ઉત્ક્રાંતિ પામતી જરૂરતોને પહોંચી વળવા માટે ઉત્તમ નિવારણો રજૂ કરવા ગ્રાહક પ્રેરિત નાવીન્યતામાં વિશ્વાસ રાખીએ છીએ. નવાં સાઈડ બાય સાઈડ રેફ્રિજરેટરો ઉત્કૃષ્ટ ફંકશનાલિટીઝ અને ફીચર્સમાં સ્ટાઈલિશ ડિઝાઈનમાં આવે છે, જે ગ્રાહકોના જીવનમાં કાર્યક્ષમતા અને સ્ટાઈલનો ઉમેરો કરે છે.
બેજોડ લૂક્સ અને એસ્થેટિક્સ સાથે તૈયાર કરવામાં આવેલાં રેફ્રિજરેટર બારીકાઈભરી ગુણવત્તાયુક્ત ગ્લાસ ફિનિશ ધરાવે છે. આ નવું સાઈડ બાય સાઈડ રેફ્રિજરેટર કાર્યક્ષમ કામગીરી માટે આધુનિક વિશિષ્ટતાઓ સાથે આવે છે. નવી શ્રેણી ધૂળ અને ઘસારા મુક્ત લૂક માટે ખાસ ચોકલેટ અને બ્લેક ગ્લાસ ફિનિશ વિકલ્પોમાં ઉપલબ્ધ છે. ગ્લોસી ફિનિશ આ નવાં મોડેલોને દેખાવની દષ્ટિથી વર્તમાન દિવસના પરિવારના આધુનિક ઈન્ટીરિયર્સને ઉત્તમ રીતે અનુકૂળ લાગે છે.
સ્ટાઈલિશ લૂક્સ ઉપરાંત આ રેફ્રિજરેટર અસાધારણ વિશિષ્ટતાઓ, જેમ કે, હોરિઝોન્ટલ ડિજિટલ કંટ્રોલ પેનલ સાથે આવે છે, જે આવશ્યકતા અનુસાર આસાનીથી નિયંત્રિત તાપમાનના સેટિંગ્સમાં ઉપર જમણી બાજુના સેકશનમાં ગોઠવવામાં આવી છે. કન્વર્ટિબલ ક્રિસ્પર વિકલ્પ સાથે ઉપભોક્તાઓ આવશ્યકતા અનુસાર 3 ઉપલબ્ધ ક્રિસ્પર્સમાંથી એકમાં પરિવર્તિત કરી શકે છે. ઉપભોક્તાઓ પાસે 4 ઉપલબ્ધ મોડ્સ- ક્વિક કૂલ, ઝીરો ડિગ્રી ફ્રેશ, ફિશ એન્ડ મીટ અને ડ્રાઈ ફ્રૂટ્સમાંથી પસંદગીનો પણ વિકલ્પ છે. ઉપરાંત રેફ્રિજરેટરમાં સુપર કૂલ અને સુપર ફ્રીઝ ફંકશન્સ જેવી વિશિષ્ટતાઓ પણ છે, જે ઝડપથી ચિલિંગ અને ફ્રીઝિંગ કરે છે.
નવું રેફ્રિજરેટર આજના પરિવારો સામનો કરે છે તે જગ્યાની ચિંતાઓ દૂર કરે છે. તે 688 લિટરમાં આવે છે, જેમાંથી 420 લિ. રેફ્રિજરેટર વિભાગ છે અને 261 લિ. ફ્રીઝર વિભાગ છે. અગાઉની વિશિષ્ટતાઓ 3 ટફન્ડ ગ્લાસ શેલ્વ્સ અને 4 ડોર બિન્સ બધી સ્ટોરેજની જરૂરતોની સંભાળ લેવા માટે ભરપૂર જગ્યા પૂરી પાડે છે. લાંબો સમય તાજગી જળવાઈ રહે તે માટે ફળો અને શાકભાજીઓ માટે અલગ અલગ વિભાગ છે, જે લાંબા સમય સુધી ખાવાનું તાજું રાખે છે.
ફ્રીઝર વિભાગ પણ 4 ડોર બિન્સ અને 3 ટફન્ડ ગ્લાસ શેલ્વ્સ સાથે મોકળાશભર્યો છે. હાયર દ્વારા નવાં સાઈડ બાય સાઈડ રેફ્રિજરેટરો પારંપરિક SBS રેફ્રિજરેટરો કરતાં વધુ મોકળાશભર્યા છે.
કામગીરીના બહેતર ઉપયોગ માટે નવાં રેફ્રિજરેટરો સ્માર્ટ ફંકશન સાથે આવે છે, જે અંદર તેમાંની કન્ટેન્ટ્સ અને અન્ય એમ્બિયન્ટ સ્થિતિઓને આધારે તાપમાનને સમાયોજિત કરવામાં મદદ કરે છે. તેમાં હોલીડે ફંકશન પણ છે, જે આંતરિક હવામાનને સમાયોજિત કરીને ફ્રીઝર વિભાગને સામાન્ય પર રાખે છે અને રેફ્રિજરેટર વિભાગ 17 ડિગ્રી સેલ્સિયસ પર કામ કરે તે રીત સેટ કરે છે, જેથી ગંધ ટળી શક છે. ઉપરાંત ઉત્તમ દષ્ટિગોચરતા અને પહોંચક્ષમતા સાથે આ રેફ્રિજરેટરમાં ટોપ એલઈડી લાઈટ્સ છે, જે અંતર દરેક ખૂણાને ઉત્તમ પ્રકાશમય બનાવે છે.
ઊર્જા બચાવવા માટે નવાં રેફ્રિજરેટરો ટ્વિન ઈન્વર્ટર ટેકનોલોજી અને સ્માર્ટ સેન્સર્સ સાથે આવે છે, જે આપોઆપ કૂલિંગ ચક્રને સમાયોજિત કરે છે. તેના આયુષ્યમાં ઉમેરો કરતાં આ રેફ્રિજરેટરો કોમ્પ્રેસર અને ફેન- મોટર જેવાં મહત્ત્વપૂર્ણ કમ્પોનન્ટ્સ પર 10 વર્ષની વોરન્ટી સાથે આવે છે.