હૈદરાબાદ: હૈદરાબાદમાં બેવડા બોંબ બ્લાસ્ટના મામલામાં ટ્રાયલ કોર્ટે બે આરોપીઓને દોષિત ઠેરવ્યા છે જ્યારે અન્ય બે આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ જારી કર્યો છે. ૧૦મી સપ્ટેમ્બરના દિવસે તેની સજા પર કોર્ટે ચુકાદો આપવામાં આવશે. હવે આરોપીઓને કેટલી સજા કરાશે તે અંગે ૧૦મીએ ફેંસલો આવશે. ૧૧ વર્ષ બાદ ડબલ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આવ્યો છે. ૨૦૦૭માં હૈદરાબાદમાં થયેલા બ્લાસ્ટમાં ૪૨ લોકોના મોત થયા હતા. દોષિતોના નામ અનિક સફીક અને ઇસ્માઇલ ચૌધરી તરીકે હતા. ૨૫મી ઓગસ્ટ ૨૦૦૭ના દિવસે હૈદરાબાદમાં લુંબીની પાર્ક અને ગોકુલ ચાટમાં આશરે ૭.૩૦ વાગે બ્લાસ્ટ થયો હતો. બોંબ બ્લાસ્ટના મામલામાં ચાર આરોપીઓની સામે કેસ હાથ ધરવામાં આવ્યો હતો.
આ વર્ષે ૨૦૧૮માં જૂન મહિનામાં નામપલ્લી કોર્ટ સંકુલમાં આને લઇને ચર્ચા છેડાઈ હતી. આ કેસને ચેરલાપલ્લી કેન્દ્રીય સંકુલમાં સ્થિત એક કોર્ટ હોલમાં કેસને ખસેડી દીધો હતો. સત્ર ન્યાયાધીશ શ્રીનિવાસરાવે ૭મી ઓગસ્ટના દિવસે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પહેલા ૨૭મી ઓગસ્ટની તારીખ નક્કી કરી હતી. ત્યારબાદ એ દિવસે મામલામાં ચુકાદો આવ્યો ન હતો. બ્લાસ્ટમાં પીડિતોના પરિવારના સભ્યોએ ૨૫મી ઓગસ્ટના દિવસે ૧૧મી વરસીના દિવસે શ્રદ્ધાંજલિ આપી હતી.
તેલંગાણા પોલીસના કાઉન્ટર ઇન્ટેલીજન્સ દ્વારા આ મામલાની તપાસ કરી હતી. આરોપીઓની સામે ત્રણ ચાર્જશીટ દાખલ કરાઈ હતી. આરોપીઓ પૈકી કેટલાક ફરાર પણ થયેલા છે. ૨૫મી ઓગસ્ટ ૨૦૦૭ના દિવસે ૧ વર્ષ પહેલા હૈદરાબાદમાં બે જુદા જુદા સ્થળો ઉપર બોંબ બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટથી ખળભળાટ મચી ગયો હતો. આમા એક બ્લાસ્ટ ગોકુલ ચાટમાં થયો તો જ્યારે બીજા બ્લાસ્ટ લુંબીની પાર્કમાં થયો હતો. જેમાં ૪૨ લોકોના મોત થયા હતા ૫૦ ઘાયલ થયા હતા.