મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિસ સઇદ હવે પાકિસ્તાનમાં નેતા બનવા માટે ભાષણ આપી રહ્યો છે અને રેલી યોજી રહ્યો છે. વોટ મેળવવા માટે નેતા ગમે તેવા વાયદા કરતા હોય છે. પાકિસ્તાનમાં લોકોના દિલ જીતવા માટે અને વોટ મેળવવા માટે હાફિસ સઇદ ભારત વિરુદ્ધ બોલી રહ્યો છે. સાથે જ તેણે એક રેલીમાં તેવુ પણ કહી દીધુ હતુ કે જો તેને જીતાડવામાં આવશે તો ભારત ઉપર પરમાણુ હુમલો કરવામાં આવશે.
ભારતમાં આતંકવાદ ફેલાવ્યા બાદ જ્યારે આવા સ્ટેટમેન્ટ પછી તેનો ચહેરો દુનિયાની સામે બેનકાબ થઇ ગયો છે ત્યારે તેણે પોતાની પાર્ટીને ચૂંટણીમાંથી બાકાત રાખી છે. તેના પર દબાવ હોવાને કારણે પોતે ભલે પીછેહઠ કરી છે પરંતુ અલ્લાહ-હુ-અકબર નામની પાર્ટીથી તેણે તેના ઉમેદવાર ચૂંટણીમાં ઉતાર્યા છે. જેના માટે હાફિસ સઇદ રેલીઓ યોજી રહ્યો છે.
શુક્રવારે આ આતંકીએ પોતાની રેલી ફૈસલાબાદમાં યોજી હતી અને ત્યાં તેણે કહ્યું હતુ કે પાકિસ્તાનને તોડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. અમેરિકાથી ભારત સુધી બધા જ લોકો બલૂચિસ્તાનના લોકોને ભડકાવી રહ્યાં છે. સાથે જ તેણે ભારત ઉપર પરમાણુ હુમલો કરવાની ધમકી પણ આપી હતી.