પાકિસ્તાનની સરકાર ત્રાસવાદ સામે કાર્યવાહી કરવાથી ખચકાટ અનુભવ કરી રહી છે. ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે ભારત અને અમેરિકા સહિતાના દેશો દ્વારા જારદાર દબાણ લાવવામાં આવી રહ્યુ હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આંતરરાષ્ટ્રીય દબાણની પણ અવગણના કરવામાં આવી છે. આના માટે કેટલાક કારણો છે. જે પૈકી એક કારણ એ છે કે પાકિસ્તાની સરકારને ભય છે કે જો કુખ્યાત ત્રાસવાદી હાફિઝ સઇદ અને અન્યો સામે પગલા લેવામાં આવશે તો તેમની સરકાર સામે ખતરો સર્જાઇ જશે અને દેશમાં અશાંતિ ફેલાઇ જશે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને પાકિસ્તાન સરકાર ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરી રહી નથી.
પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાને હાફિઝ સઇદ અને તેના સંગઠનોની સામે કોઇ કાર્યવાહી નહીં કરવાની વાત કરી છે. જમાત ઉદ દાવા અને ફલાહ એ ઇન્સાનિયતની સામે કાર્યવાહી કરવાની વાતને ફગાવી દીધી છે. આ એજ ઇમરાન ખાન છે જે પહેલા ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા હતા. હવે ગુલાંટ મારી ચુક્યા છે. પાકિસ્તાનમાં થોડાક સમય પહેલા જ કહેવામાં આવ્યુ હતુ કે સઇદના પાકિસ્તાન સ્થિત જમાત ઉદ દાવા અને ફલાહ એ ઇન્સાનિયત પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. હવે ગુલાંટ મારી રહ્યા છે. પાકિસ્તાન સરકારને ભય છે કે હાફિઝ સામે કાર્યવાહી કરવાની સ્થિતીમાં તેમની સરકાર સામે ખતરો ઉભો થઇ શકે છે. તેમની સામે નારાજગી વ્યક્ત કરીને લોકો મેદાનમાં આવી શકે છે. પાકિસ્તાનમાં અરાજકતા ફેલાઇ શકે છે.
પાકિસ્તાન ત્રાસવાદીઓના મુખ્ય કેન્દ્ર તરીકે છે. મોટા ત્રાસવાદી પાકિસ્તાનમાં સંતાઇને રહે છે. અનેક વૈશ્વિક ત્રાસવાદીઓ પાકિસ્તાનને તેમના માટે સ્વર્ગસ્માન ગણે છે. પાકિસ્તાન ત્રાસવાદીઓના કેન્દ્ર તરીકે છે તે વાત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કરી છે. છતાં વૈશ્વિક સમુદાય દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી. લશ્કરે તોયબાના લીડર ફાફિઝ સઇદને વર્ષ ૨૦૧૪માં અમેરિકા આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી તરીકે જાહેર કરી ચુક્યુ છે. તેના પર વર્ષ ૨૦૧૨માં એક કરોડ ડોલરનુ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યુ હતુ. ઇમરાનુ નિવેદન દર્શાવે છે કે ત્રાસવાદીઓના ભયથી પાકિસ્તાન સરકાર પોતે ભયભીત છે અને કાર્યવાહી કરવા માટેની હિમ્મત પાકિસ્તાન સરકારમાં નથી. ભારતના પુરાવાને પાકિસ્તાન સરકાર ભયના કારણે પુરાવા તરીકે ગણતી નથી. ત્રાસવાદીઓ પર પાકિસ્તાન સરકારનુ કોઇ નિયંત્રણ નથી. પાકિસ્તાન ભારતને સલાહ આપે છે કે જો તેની પાસે કોઇ નક્કર પુરાવા છે તો તે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રજૂ કરી શકે છે. પાકિસ્તાન સરકાર સારી રીતે જાણે છે કે જો ત્રાસવાદીઓ સામે કોઇ પગલા લેવામાં આવશે તો તેમની સરકાર સામે ખતરો સર્જાઇ જશે. પાકિસ્તાન સરકારની જાહેરાત બાદ ભારત સરકારને વધારે સાવધાન અને એલર્ટ થવાની જરૂર દેખાઇ રહી છે. ત્રાસવાદીઓને યોગ્ય જવાબ આપવા માટેનો સમય આવી ગયો છે. હાફિઝ પાકિસ્તાન માટે મોટા પડકાર તરીકે છે.