જિમ અને ડાયેટથી તમે ફીટ, તંદુરસ્ત જીવનજીવી શકો છો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ: શહેરના ન્યુ નિકોલ ખાતે ફિટ ફેક્ટર રિજનલ વિજેતા રોની સિંઘ, પવન ચૌહાણ, વિશાલ પટેલ અને જિમી સિંઘના રિયલ મસલ્સ જિમનું બોલીવુડ એક્ટર અને ઇન્ડિયન ફિટનેસ આઇકોન સાહિલ ખાનના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડબલ્યુબીએફએફ ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન ગૌરભ ચક્રબોરતી, ફિટનેસ મોડેલ પૂજા શર્મા, ડબલ્યુ બીએફએફ ફિટનેશ મોડેલ શશાંક સિંઘ, મિસ્ટર ઓલિમ્પિયાડ ઇન્ડિયા નીરજ સિંઘ પવાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલીવુડ સ્ટાર અને ફિટનેસ આઇકોન સાહિલ ખાને નાગરિકોને ખાસ કરીને યંગસ્ટર્સને શીખ આપતાં જણાવ્યું હતું કે, આજકાલ લોકોમાં જિમ અને યોગાનો ક્રેઝ વધ્યો છે, કારણ કે લોકોની લાઈફસ્ટટાઈલ એ પ્રકારની થઇ ગઇ છે અને તેથી મેદસ્વીતા, ફેટનું પ્રમાણ પણ ખુબજ વધી રહ્યું છે.

લોકો પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત રહેતા નથી પરંતુ આજકાલ ખુબજ અદ્‌ભૂત ટેક્નોલોજીવાળા જિમ અને ફીટનેસ ટ્રેનરના લીધે લોકોનું જિમ તરફનું આકર્ષણ વધ્યું છે જે ખુબજ સારું છે. કેમકે જિમ અને ડાયટના કારણે તમે પોતાની જાતને વધુ સ્ફૂર્તિભર્યું અને નિરોગી રાખી શકો છો. એટલું જ નહી, જિમ અને નિયમિત કસરતથી તમે અનેક બીમારી સામે રક્ષણ મેળવી શકો છો. સાહિલખાને વધુમાં જણાવ્યું કે, ક્રોસ ફિટ, ઝુમ્બા દ્વારા લોકો વધુ એક્ટિવ રહી શકે છે. આજની ભાગદોડભરી અને માનસિક તાણવાળી જીંદગીમાં પણ તમારે થોડો સમય તમારા શરીર અને જિમ માટે ફાળવવો જાઇએ, જેનો છેવટે ફાયદો તમને જ છે.

અમદાવાદનો મહેમાન બનીને ખુબજ ખુશી થઇ રહી હોવાની લાગણી વ્યકત કરતાં સાહિલ ખાને જણાવ્યું કે, રિયલ મસલ્સ જિમ એન્ડ સ્પા ખાતે જે મશીનરી મુકવામાં આવી છે એ ખરેખર અદ્‌ભુત છે અને ટ્રેનર પણ ખુબજ ટેક્નિકલ જ્ઞાન ધરાવે છે. મને આશા છે કે અમદાવાદીઓ આ પ્રકારના જિમનો ખુબજ સારી રીતે લાભ લેશે. આ ફીટનેસ સ્ટુડીયો ખાતે જીમ,એરોબિક્સ,ઝુમ્બા,કીક બોક્સીંગ,ટીઆરએક્સ,ફંક્શનલ ટ્રેઇનીંગ, યોગા, સ્પા અને પર્સનલ ટ્રેઇનીંગ આપવામાં આવશે અને ટેટુ સ્ટુડિયો પણ રહેશે.

રિયલ મસલ્સ જિમ એન્ડ સ્પા ટાઉન પ્લાઝા, ધ બિઝનેશ હબ ન્યુ ઇન્ડિયા કોલોની નિકોલ ખાતે આવેલ છે. આ પ્રસંગે રિયલ મસલ્સ જિમ એન્ડ સ્પાના માલીક અને ફિટ ફેક્ટર રિજનલ વિજેતા રોનીસિંઘ થાપા એ જણાવ્યું કે, આ ફીટનેસ સ્ટુડીયો થકી અમારો ધ્યેય લોકોને તેમની હેલ્થ પ્રત્યે જાગૃત કરવાનો છે. હું છેલ્લા ૯ વર્ષો થી લોકોને આ વિશે ની તાલીમ આપું છું અને મે મારી ટેકનીક્સથી ડાયાબીટીશ,બ્લડ પ્રેશર, સર્વાઇકલ પેઇન જેવા અનેક રોગો દૂર કર્યા છે. અમારા ત્યાના ટ્રેઇનર ખૂબજ વધારે ટેક્નિકલ જ્ઞાનની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરના ફીટનેસ સર્ટીફીકેટ ધરાવે છે.

રિયલ મસલ્સ જિમ એન્ડ સ્પા ના માલીક પવન ચૌહાણ, વિશાલ પટેલ અને અને જિમી સિંઘ થાપાએ જણાવ્યું કે, આ ફીટનેસ સ્ટુડીયોમાં બધાજ સાધનો યુએસએથી મંગાવ્વામાં આવ્યાં છે. અમે લોકો ને એ રીતે સાધનોની માહીતી આપીશું કે તેઓ પોતાની મેળે એનો ઉપયોગ કરી શકે અને તેના ઉપયોગના પૂરેપૂરા ફાયદા તેમને સમજાવવામાં આવશે. રિયલ મસલ્સ જિમ એન્ડ સ્પા ખાતે એકતા દ્વારા સંચાલિત એકતા ટેટુ સ્ટુડિયો પણ શરુ થશે જ્યા લોકોને દરેક પ્રકારના ટેટુ કરી આપવામાં આવશે. જેમાં પરમેનન્ટ ટેટુ, પેઇનલેસ ટેટુ, ડિજાઈનર ટેટુ સહિતના આકર્ષક ટેટુનો સમાવેશ થાય છે.

Share This Article