ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરએ WFEBની 7મી ‘વર્લ્ડ સમિટ ઓન એથિક્સ એન્ડ લીડરશિપ ઇન સ્પોર્ટ્સ’માં વૈશ્વિક સંવાદનું નેતૃત્વ કર્યું 

Rudra
By Rudra 5 Min Read
બેંગલુરુ: તાજેતરમાં રમતગમતના ક્ષેત્રમાં રેકોર્ડ અને પરંપરા જાળવવા માટે નિયમો તોડતા નૈતિકતાવિહીન દાવપેચો ગંભીર ચિંતાનો વિષય બન્યા છે, જેના કારણે ઊંડી તપાસ થતી હોય છે અને દર્શકોનો વિશ્વાસ ડગમગી જાય છે.
આના વિરોધમાં, રમતગમતની ભાવના, શ્રેષ્ઠતા અને નૈતિકતા રમતને માત્ર ગતિશીલ જ નહીં, પણ સમગ્ર પેઢીને એકતામાં જોડે છે અને પ્રેરણા પણ આપે છે. WFEB દ્વારા આયોજિત 7મી વર્લ્ડ સમિટ ઓન એથિક્સ ઇન બિઝનેસમાં રમતગમત, રાજકારણ, વ્યવસાય, શિક્ષણ, NGO અને થિંક ટેન્ક ક્ષેત્રોના વૈશ્વિક નેતાઓએ હાજરી આપી હતી. ચર્ચા દરમિયાન, પ્રશ્નો ઊઠ્યા કે શું નૈતિક મૂલ્યો સાથે પણ સફળતા મેળવી શકાય છે? અને ઉચ્ચ દબાણવાળી સ્પર્ધાત્મક દુનિયામાં પ્રામાણિક રીતે જીતવા માટે શું જરૂરી છે?
સમિટમાં રમત યુદ્ધ, લૈંગિક સમાનતા, માનસિક આરોગ્ય, ઊંચા પ્રદર્શન અને દીર્ઘાયુ જેવી વિષયવસ્તુઓ પર પણ ચર્ચા થઈ. ફક્ત રમતગમતમાં જ નહીં, પણ જીવન અને નેતૃત્વમાં શ્રેષ્ઠ બનવા માટે શું જરૂરી છે, તે મુદ્દાઓ ઉછાળવામાં આવ્યા. ચર્ચામાં એ પણ રજૂ થયું કે કેવી રીતે રમતમેદાનમાંથી મળેલા પાઠ – જેમ કે નિષ્પક્ષતા, સહિષ્ણુતા અને એકતાની ભાવના – રાજકારણ અને વ્યવસાયમાં નૈતિક નેતૃત્વ જન્માવી શકે છે.
ગુરુદેવે પોતાના મુખ્ય પ્રવચનમાં જણાવ્યું, “રમતગમતમાં કાં તો તમે જીતો છો અથવા બીજાને જીત અપાવો છો. આપણે હાર અને જીત બંનેની ઉજવણી કરવાનું શીખવું જોઈએ. રમવાની ક્રિયાથી જ આનંદ આવે છે.”
તેમણે ઉમેર્યું, “જ્યારે આપણે આ સમજીએ છીએ ત્યારે રમતગમતમાં આપણે સ્વાભાવિક રીતે નૈતિક બની જઈએ છીએ. નહીં તો રમતના મેદાન હિંસક બની જાય છે.”
માનસિક સ્વાસ્થ્યના મુદ્દે ગુરુદેવે કહ્યું, “બાળક ચાલવાનું શરૂ કરે એ પહેલાં જ રમવાનું શરૂ કરી દે છે. રમતો આપણામાં સહજ રીતે હોય છે – તો આજે શું ખોટું થઈ રહ્યું છે?” તેમણે એ તરફ પણ ધ્યાન દોર્યું કે રમતો અને સંગીત હોવા છતાં, વિશ્વની તૃતીયાંશ વસ્તી આજે પણ એકલતા, હતાશા અને ઉદાસીનતા અનુભવી રહી છે. “આ વિચારવા જેવી વાત છે.”
તેમણે વધુમાં જણાવ્યું, “જો આપણે આખા જીવનને એક રમત તરીકે લઈએ, તો દુનિયામાં ન તો યુદ્ધ હશે, ન દ્વેષ અને ન અવિશ્વાસ.”
અન્ય પ્રતિષ્ઠિત વક્તાઓમાં શામેલ હતાં:
•કામ્યા કાર્તિકેયન, 17 વર્ષીય પર્વતારોહક જેમણે સાતેય ખંડોના ટોચના શિખરો સર કર્યા છે
•કેવિન યંગ, ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અને ભૂતપૂર્વ 400 મીટર અવરોધ દોડ વિશ્વ રેકોર્ડ ધારક
•સ્વતોસ્લાવ યુરાશ, યુક્રેન સંસદ સભ્ય
•હાની થલજીહ, પેલેસ્ટિનિયન મહિલા ફૂટબોલ પ્રણેતા
•થોમસ હેલ્મર, યુરો ’96 ચેમ્પિયન અને ટીવી પર્સનાલિટી
•દિવ્યકૃતિ સિંહ, એશિયન ગેમ્સમાં ભારત માટે સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ મહિલા ઘોડેસવાર
વક્તાઓની સંપૂર્ણ યાદી અહીં ઉપલબ્ધ છે: https://ethicsinsports.org/program/
પેલેસ્ટિનિયન મહિલા ફૂટબોલ ટીમના પ્રથમ કેપ્ટન હાની થલજીહે કહ્યું:
“હેતુ વિના પ્રદર્શન ખાલી છે. નૈતિકતા વિના સફળતા નાજુક છે. અને જવાબદારી વિના શક્તિ ખતરનાક છે. સાચી સફળતા માત્ર ટ્રોફીમાં નહીં, પણ જીવનને ઉથ્થાન આપે એમાં છે… કેમ કે રમતનું અસ્તિત્વ એકલતામાં નથી. તે સમાજનું પ્રતિબિંબ છે.”
એક અનોખા સત્રમાં એ વિષય પર ચર્ચા થઈ કે કેટલાંક અદ્યતન રમતોમાં ખેલાડીઓને તબીબી દેખરેખ હેઠળ પ્રદર્શન સુધારનારા પદાર્થો (performance-enhancing substances) વાપરવાની મંજૂરી આપવામાં આવે છે. કેટલાકે તેને માનવ ક્ષમતા વધારવાનો માર્ગ માન્યો, જ્યારે બીજાઓએ તેને નૈતિક અધોગતિ ગણાવી.
ધ એથિક્સ ઇન સ્પોર્ટ્સ એવોર્ડ્સ એવા પ્રદર્શનને માન્યતા આપે છે, જેમણે રમતગમત અને નૈતિકતાના ક્ષેત્રમાં ઉંચા ધોરણો સ્થાપિત કર્યા છે.
•ધ આઉટસ્ટેન્ડિંગ ઇન્ડિવિજ્યુઅલ એવોર્ડ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્ટાર ઝેરદાન શાકિરીને એનાયત થયો, તેમના “રમત દ્વારા એકતા, નિષ્પક્ષતા અને આંતરસાંસ્કૃતિક સંવાદ પ્રત્યેના લાંબા સમયના પ્રતિબદ્ધતાને” માન આપી.
•ધ આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન ટૂ મેન્ટલ હેલ્થ ઇન સ્પોર્ટ્સ એવોર્ડ સ્વિસ રોવર જીનીન ગ્મેલિનને આપવામાં આવ્યો, માનસિક આરોગ્ય, રમતગમતમાં ન્યાયીતા અને યુવા મહિલા ખેલાડીઓ માટેના યોગદાન બદલ.
WFEB, જે સંયુક્ત રાષ્ટ્રના વિશેષ સલાહકાર દરજ્જા ધરાવે છે, છેલ્લા બે દાયકાથી નૈતિકતાની હિમાયત માટે કામ કરે છે. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના દ્રષ્ટિકોણ હેઠળ, WFEB એ યુરોપિયન સંસદ, FIFA, મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ અને જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર જેવી વૈશ્વિક સંસ્થાઓ સાથે સહયોગ કરીને એવો સંદેશ આપ્યો છે કે – નૈતિક મૂલ્યો અને રમતગમતની શ્રેષ્ઠતા વિરોધી નથી, પરંતુ એકબીજાના પૂરક છે.
Share This Article