ગુરુ રંધાવાનું નવું ગીત 6 જૂને રિલીઝ થશે.

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુરુ રંધાવા ભારતના સિંગર છે. તે અત્યારે ભારત ટૂર પર નિકળ્યા છે. ભારતના અલગ અલગ શહેરોમાં તે કોન્સર્ટ કરી રહ્યા છે. ગુરુ રંધાવાના પટોલા, હાઇ રેટેડ ગબરુ, લાહોર, રાત કમાલ, ખુબ ફેમસ છે. લોકોના મોઢે અત્યારે આ ગીતો ગવાઇ રહ્યાં છે. પંજાબી ગબરુ સંગીત ટૂરમાં વ્યસ્ત છે ત્યારે તેણે તેના નવા ગીતની રિલીઝ ડેટ આપી દીધી છે.

ગુરુ રંધાવાનું નવું સોંગ મેડ ઇન ઇન્ડિયા 6 જૂને રિલીઝ થવાનું છે. આ સોંગ તેમણે જ લખ્યુ અને ગાયુ છે. ગુરુ રંધાવા ફક્ત પંજાબી મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં જ નહી બોલિવુડમાં પણ એટલા જ ફેમસ છે. વિદ્યા બાલનની ફિલ્મ તુમ્હારી સુલુમાં ‘બન જા તુ મેરી રાની’ ગાયા બાદ ખૂબ જ પોપ્યુલર થઇ ગયો હતો. ત્યાર બાદ ગુરુ રંધાવાને ઇરફાન ખાન અને કીર્તી ખરબંદાની ફિલ્મ બ્લેકમેઇલમાં પણ ‘પટોલા’ ગાવાનો મોકો મળ્યો હતો.

ગુરુ રંધાવાના ઇન્ટરનેશનલ ફેન્સ પણ ઘણા છે. ઉલ્લેખનિય છે કે, ગુરુ રંધાવાને પોતાનું પહેલુ સોંગ રિલીઝ કરાવવા માટે ખૂબ મહેનત લાગી હતી. તેમણે ઘણા મ્યૂઝિક ડિરેક્ટરના દરવાજા પણ ખટખટાવ્યા હતા. ત્યારબાદ તેનું પહેલું સોંગ રિલીઝ થયુ હતુ. હાલના સમયમાં ગુરુના લાખો ફેન્સ છે.

Share This Article