અમદાવાદ: ઇન્ડિયન કાઉન્સિલ ફોર સોશિયલ વેલ્ફેર અને અમદાવાદ પ્રિન્સિપલ એસોસિએશનના ઉપક્રમે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સેવા આપનાર પાંચ શિક્ષણિદને ગુરુ દ્રોણાચાર્ય એવોર્ડ એએમએ વસ્ત્રાપુર ખાતે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડસમાના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા અને સન્માન કરાયું હતું. આ એવોર્ડ પ્રાપ્ત કરનારમાં શિક્ષણકાર સુરેશભાઈ શુક્લ, વિદ્યુત જાશી, ડો. પંકજ પટેલ, ડો. બીએ પ્રજાપતિ અને ડો. જગદીશ ભાવસારનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત કરનારા, શિક્ષણને સમાજ સેનું માધ્યમ ગણનારા ઉત્કૃષ્ટ શિક્ષણકારોને શોધવાનું અને સન્માન કરવાનું કાર્ય કરતી સામાજિક સંસ્થાઓની પરંપરા સમાજમાં વધુ પ્રસરે અને જ્ઞાનનો દિપક સતત ઝળકતો બને તેવી શુભેચ્છા પાઠવી હતી.
સિંધી સમાજે ગુજરાતની પ્રગતિમાં સક્રિય યોગદાન આપીને એક ભારત, શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કર્યો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
વડાપ્રધાનશ્રીએ નવી પેઢીને વિરાસતથી પરિચિત કરાવવા 'કેચ ધ રેઈન','એક પેડ માં કે નામ', અને સ્વચ્છ ભારત અભિયાનો પ્રારંભ કર્યા છે...
Read more