હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પહેલેથી જ એકથી વધીને એક ફિલ્મો બનતી આવી રહી છે. આ ફિલ્મોની યાદીમાં હવે એક વધારે નવું નામ જોડાઇ ગયું છે. દર્શકોને મળવા માટે ઉત્સાહિત ‘ગનવાલી દુલ્હનિયા’ નામની ફિલ્મ ૩મેના રોજ સમગ્ર દેશમાં રિલીઝ થઇ રહી છે. પેશનવલ્ડ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલ આ ફિલ્મને પ્રોડ્યુસર સારીકા વિનોદ તાંબે, કલ્પના અનંત તાંબે અને સંજના વિનોદ તાંબેએ પ્રોડ્યુસ કર્યું છે.
હિન્દી ફિલ્મો સિવાય મરાઠી ભાષાની ફિલ્મોનું સફળ નિર્દેશન કરતાં નિર્દેશક શાંતનૂ તાંબેએ ‘ગનવાલી દુલ્હનિયા’નું નિર્દેશન કર્યું છે. ‘ગનવાલી દુલ્હનિયા’ના પહેલાં શાંતનૂ તાંબેએ ‘ભૂતવાલી લવસ્ટોરી’ નામની હિન્દી ફિલ્મની સાથે ‘માઝી શાલા’ અને ‘યારી દોસ્તી’ જેવી મરાઠી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. ‘ગનવાલી દુલ્હનિયા’ હેઠળ એક અલગ સબ્જેક્ટને સામે રાખવાની કોશિશ કરવા માટે જણાવતાં શાંતનૂ તાંબેએ જણાવ્યું કે, આ રોમેન્ટિક કોમેડીનું કોમિક લેવલ ખૂબ જ ઉંચું છે.
સિચ્યુએશનલ કોમેડીની સાથે સંવાદોના માધ્યમથી થતી કોમેડીને ફિલ્મમાં ઘટતી ઘટનાઓની સાથે જોડીને આ પ્રકારથી પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે કે દર્શક લોટપોટ થઇ જશે. આ પહેલાં બધાએ અલગ-અલગ રીતની દુલ્હન જોઇ હશે, પરંતુ આ ફિલ્મની દુલ્હન ગનવાલી છે. આ ફિલ્મની મુખ્ય વિશેષતા છે. આ દુલ્હને પોતાના હાથે ગન કેમ પકડી તેના પાછળ એક રોમાંચક કહાની છે, જે દર્શકોને છેલ્લે સુધી બાંધી રાખશે. આ ફિલ્મના ગીતની જેમ ટ્રેલરનો પણ દર્શકોને પસંદ આવવું આ ‘ગનવાલી દુલ્હનિયા’ની ટીમ માટે ખૂબ જ ખુશીની વાત છે.
રોમેન્ટિક કોમેડી જોનરવાળી ‘ગનવાલી દુલ્હનિયા’ના પોસ્ટરને દર્શકો તરફથી ખૂબજ સારો રિસ્પોન્સ મળ્યો છે. કહાનીનું સસ્પેન્સ ચાલુ રાખતાં ફક્ત મનોરંજક ડાયલોગ્સ અને સીન્સના આધારે દર્શકોના દરબારમાં પ્રસ્તુત કરેલ ‘ગનવાલી દુલ્હનિયા’નું ટ્રેલર દિલને ગમે એવું છે. આ ફિલ્મની કવ્વાલી “દર પર જો આયા વો કભી ખાલી ના ગયા” અને “તુમ જો મિલે” આ ગીતોને દર્શક પસંદ કરી રહ્યાં છે.
આ મ્યુઝિકલ રોમેન્ટિક – કોમેડી ફિલ્મમાં અલગ-અલગ મોડ પર આવતાં કુલ ચાર ગીત છે. સિનેમેટોગ્રાફીથી લઇને પ્રદર્શન સુધી બધા સ્તરો પર આ ફિલ્મમાં ગુણવત્તા ભર્યું કામ કર્યું છે. નિર્દેશનની સાથે સાથે શાંતનૂ અનંત તાંબેએ આ ફિલ્મનું લેખન પણ કર્યું છે. અસલમ સૂરતી અને સુમીત કુમાર આ ફિલ્મના ગીતોને સંગીતબદ્ધ કર્યા છે. આ ફિલ્મમાં કંચન અવસ્થી, મયૂર કુમાર, એલ્વ્હીસ ચતુર્વેદી, તુષાર આચાર્ય, ગોવિંદ નામદેવ, બિજેન્દ્ર કાલા, ગજેન્દ્ર ચૌહાણ, શ્રાવણી ગોસ્વામી, ડોલી કૌશિક વગેરે કલાકારોને અલગ-અલગ પાત્રો ભજવ્યાં છે. હિતેશ બેલદારે આ ફિલ્મની સિનેમેટોગ્રાફી તરફથી મુકેશ ઠાકુરે એડિંટિંગ કર્યું છે.