સ્થાનિક ઉદ્યોગસાહસિકોને રિટેલ માર્ટ બિઝનેસ ચલાવવા માટે અનન્ય અને સરળ ફ્રેન્ચાઈઝની તક
અમદાવાદ : અમદાવાદની સ્ટાર્ટ અપ કંપની Frendy ગુજરાતથી શરૂ કરીને ભારતના નાના શહેરોમાં ફ્રેન્ચાઈઝ્ડ સુપર માર્ટ નેટવર્ક બનાવી રહી છે. તેણે હાલમાં જ અગ્રણી લોકલ વેન્ચર કેપિટલ ફર્મો અને આંતરરાષ્ટ્રીય નિવેશકોથી 16 કરોડની ફંડિંગ મળી છે જેથી તેની કુલ ફંડિંગ 40 કરોડ પહોંચી ગઈ છે. આથી હવે ફ્રેન્ડી શહેરના ટોપ સ્ટાર્ટ અપમાં શામેલ થઈ ગઈ છે.
ફ્રેન્ડી પાસે તેની ઈન-હાઉસ ટેક્નોલોજી ટીમ અને રિટેલ નિષ્ણાતો સહિત 100 વ્યાવસાયિકોની ખૂબ જ મજબૂત ટીમ છે, જેઓ 150 વર્ષથી વધુનો આધુનિક રિટેલ ચલાવવાનો અનુભવ ધરાવે છે. હાલમાં કંપની ગુજરાતના 40+ નગરોમાં કાર્યરત છે, અને લગભગ 50,000 ગ્રાહકો ને 4,500 થી વધુ ઉત્પાદનોની સેવા આપે છે.
ફ્રેન્ડી ફ્રેન્ચાઈઝી મોડેલ ના માધ્યમથી ગુજરાતના ટિયર ૩-૬ નગરોમાં આધુનિક સુપરમાર્કેટ લાવી રહી છે. સામાન્ય રીતે 1500 થી 2000 ઉત્પાદનોના ડિસ્પ્લે વાળા 1,000 ચોરસ ફૂટનું નવું ફ્રેન્ડી માર્ટ સ્થાપિત કરવા માટે એક ફ્રેન્ચાઈઝીને ૧૨ લાખ કરતાં ઓછું રોકાણ કરવું પડે છે. ફ્રેન્ડી ઈન્વેન્ટરી અને AI ટેક્નોલોજી-આધારિત મર્ચેન્ડાઈઝિંગ અને પ્રચાર સામગ્રીનું સંચાલન કરવા માટે તમામ પ્રારંભિક સ્ટોર સેટઅપ, માર્ગદર્શન, સપ્લાય ચેઈન અને ટેકનોલોજી પુરી પાડે છે. સાથે-સાથે ગ્રાહકોને હોમ ડિલિવરી માટે ફ્રેન્ડીનું એક ડિજિટલ એપ પણ છે.
માઈક્રો કિરાના મોડેલ ફ્રેન્ડીનો અનન્ય ભાગ છે. ફ્રેન્ડી માર્ટ ફ્રેન્ચાઈઝીને તેઓના વિસ્તારમાં એવા 50 નાની કરિયાણાની દુકાનો સાથે જોડાવામાં સહાય કરે છે, જેઓ ડિજિટલ એપ થી ફ્રેન્ડી માર્ટમાંથી તેમનો પુરવઠો ઓર્ડર કરે છે. આ જથ્થાબંધ વ્યવસાય માર્જિન વધારે છે અને ૧૨ મહિનાથી પણ ઓછા સમયમાં મૂડી રોકાણ ને પરત કરવામાં સહાય કરે છે.
ફ્રેન્ડી 50000 રૂપિયાથી ઓછા રોકાણ સાથે મહિલાઓને તેમના ઘરેથી નાની કરિયાણાની દુકાનો ચલાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ગ્રાહકો પણ એપ પર ઓર્ડર કરી શકે છે અને માઇક્રો કિરાના દ્વારા ડિલિવરી મેળવી શકે છે. આ ડિજિટલ નાના ઉદ્યોગસાહસિકો દ્વારા ફ્રેન્ડી ગ્રામીણ ભારતમાં ડિજિટલ વાણિજ્યનો લાભ લાવી રહી છે. ફ્રેન્ડી ફ્રેન્ચાઇસ મોડલથી કંપની ૩૦૦ સ્ટોર ફ્રેન્ચાઇસ અને 10000 માઇક્રો આંત્રેપ્રેન્યોર બનાવવાનો લક્ષ્ય ધરાવે છે, જે રિટેલ વેપાર કરીને કમાણી પણ કરી શકે અને પોતાની રીટેલ વેપારની આકાંક્ષાઓ પૂરી કરવા સાથે પોતાના અજુ-બાજુ ના સમાજને પણ વસ્તુઓ ના ભાવમાં રાહત આપી ને મદદરૂપ થઈ શકે.
ફ્રેન્ડી હાલમાં ૧૨ ફ્રેન્ચાઈઝ્ડ સુપર માર્ટ અને 2000 સૂક્ષ્મ સ્ટોર્સ ધરાવે છે અને તે આ વર્ષમાં 100 કરોડનું ટર્નઓવર પાર કરશે.
ફ્રેન્ડીની સ્થાપના વ્હાર્ટનથી એમબીએ કરનાર સમીર ગંડોત્રા, એક ટેક આંત્રેપ્રેન્યોર ગૌરવ વિશ્વકર્મા, અને અમૂલ, વોલમાર્ટ અને મેટ્રો કેશ એન્ડ કેરી જેવી કંપનીઓના અનુભવી રિટેલ અને ગ્રામીણ વિતરણ વ્યાવસાયિક હર્ષદ જોશી દ્વારા કરવામાં આવી છે.
હર્ષદ જોશી કહે છે કે “અમે નાના અને મધ્યમ ઉદ્યોગસાહસિકોને તેમના નગરોમાં આધુનિક રિટેલ લાવવા માટે મુશ્કેલી મુક્ત ફ્રેન્ચાઇઝીની તક પૂરી પાડી રહ્યા છીએ. અમારા ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સ ગ્રાહકો અને સૂક્ષ્મ કિરાણા સાથે સ્થાનિક સંબંધો બનાવવા માટે તેમના પ્રયત્નો કરે છે અને ફ્રેન્ડી સ્ટોર સેટ અપ, સપ્લાય ચેઇન, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, ડિજિટલ બિઝનેસ સેટ અપ, મર્ચેન્ડાઇઝિંગ અને પ્રમોશન સંભાળે છે. અમે રિટેલ નિષ્ણાતોની અમારી ટીમનું વિસ્તરણ કરી રહ્યા છીએ જેમના માર્ગદર્શન હેઠળ અમારા ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સ ૧ વર્ષથી પણ ઓછા સમયમાં સરળતાથી સફળ થઈ શકે છે. “
ફ્રેન્ડી પાસે તેના પોતાના ઉત્પાદનોની શ્રેણી પણ છે – જે ગ્રાહકો માટે વ્યાજબી અને સારી ગુણવત્તાની છે. આ ઉત્પાદનો ફ્રેન્ચાઇઝીઓને વધુ સારી કમાણી પણ પ્રદાન કરે છે. અમે અમારા ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે સ્પર્ધા ઊભી કરીશું નહીં અને નાના શહેરમાં વધારે સ્ટોર્સ નહીં ખોલીએ. સાઇન અપ કરનાર પ્રથમ વ્યક્તિને અમે તે શહેર માટે અમારો ભાગીદાર બનાવી લઈએ છીએ.