અમદાવાદ : અમદાવાદમાં ગો-કાર્ટિંગની પાછળના અગ્રણી તાકાત રહેલા કેફેઇન એન્ડ ઓક્ટેન ઈન્ડિયાએ સોમવારે ગુજરાતના સૌથી લાંબા કાર્ટિંગ ટ્રેક નોવાના બે ઉત્સાહપ્રેરક વર્ષોની ઊજવણી કરી હતી. વિશ્વ સ્તરના કાર્ટિંગ અનુભવ પૂરો પાડવાથી માંડીને યુવા પ્રતિભાઓનું જતન કરવા સુધી, કેફેઇન એન્ડ ઓક્ટેન ઈન્ડિયા અમદાવાદમાં કાર્ટિંગ કલ્ચરને પ્રમોટ કરવામાં હંમેશા અગ્રેસર રહી છે. તે માત્ર કાર્ટિંગ ટ્રેક કરતાં સવિશેષ બની રહી છે. આ એક ઊભરતી કમ્યૂનિટી છે જ્યાં કાર્ટિંગ ઉત્સાહીઓ રેસિંગ માટેના તેમના જુસ્સાને વહેંચવા માટે ભેગા થાય છે. નાના બાળકો થી લઈને મોટી ઉંમરના બધા લોકો માટે આ પ્રિમાઇસિસ બનાવી છે. અમે કોલેજ સ્ટુડન્ટ્સને પણ તેમના પ્રોજેક્ટ્સ માટે સ્પોન્સરશિપ અને ટેક્નિકલ સપોર્ટ આપીએ છીએ

આ સફર અને સિદ્ધિસમા પ્રસંગ પર પ્રકાશ પાડતા સીએન્ડઓ ઈન્ડિયાના કો-ફાઉન્ડર જયવીર સચાણિયાએ જણાવ્યું હતું કે “બે વર્ષ પહેલા અમે ગુજરાતમાં સૌથી લાંબો કાર્ટિંગ ટ્રેક ઊભો કરવાનું સ્વપ્ન જોયું હતું અને આજે અમે નોવા સાથે ગર્વથી ઊભા છીએ. 674 મીટરમાં ફેલાયેલો નોવા ગુજરાતમાં સૌથી મોટો કાર્ટિંગ ટ્રેક છે. નોવા ઝડપના રોમાંચ અને સ્પર્ધાના આનંદને સમાવતો સંપૂર્ણ અનુભવ પૂરો પાડે છે. અમારું લક્ષ્ય હાઇ-સ્પીડ થ્રિલનું અલ્ટીમેટ ડેસ્ટિનેશન ઊભું કરવાનું હતું અને અમે નોવા સાથે આ સિદ્ધિ હાંસલ કરી છે. અમે તેમના પ્રેમ તથા સપોર્ટ માટે તથા કાર્ટિંગને #AhmedabadKaNayaPassion બનાવવા માટે સૌનો આભાર માનીએ છીએ.”

રેસિંગ કલ્ચરને પ્રમોટ કરવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે સીએન્ડઓ ઈન્ડિયા દર મહિને ફ્રેન્ડલી કાર્ટિંગ ચેલેન્જનું આયોજન કરે છે જે ઉત્સાહીઓને તેમની કુશળતા બતાવવા તથા રોમાંચક ઇનામો જીતવા માટે સ્પર્ધા કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. સ્પીડ પ્રત્યે પોતાનો પ્રેમ શેર કરતા ઉત્સાહી લોકો માટે તેણે એક વાઇબ્રન્ટ કમ્યૂનિટી બનાવી છે. સીએન્ડઓ ઈન્ડિયા હવે વૈશ્વિક સ્તરે જઈ રહી છે અને યુવા કાર્ટર્સની શોધ કરી તેમને ટ્રેનિંગ આપી રહી છે. તે વિશ્વભરની વિવિધ રેસિંગ ઇવેન્ટ્સમાં ઉભરતી કાર્ટિંગ ટીમ્સને સ્પોન્સર પણ કરી રહી છે.


સીએન્ડઓ ઈન્ડિયાના કો-ફાઉન્ડર સ્વપ્નીલ દવેએ જણાવ્યું હતું કે “સમગ્ર કેફેઇન એન્ડ ઓક્ટેન ટીમ વતી હું આ સફરનો ભાગ બનેલા સૌ કોઈ પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આ બે વર્ષો દિલધડક ઝડપ, કદી ન ભૂલાય તેવી યાદો અને સૌથી મહત્વનું કહી શકાય તેવા રેસિંગના આનંદથી ભરેલા રહ્યા છે. નોવા ખાતે અમે રોમાંચક સાહસોના વધુ અનેક વર્ષો જોવા આતુર છીએ.”

સીએન્ડઓ ઈન્ડિયાની સફળતાના કેન્દ્રમાં અત્યાધુનિક ટાઇમ-ટ્રેકિંગ સિસ્ટમ રેસફેસર રહેલી છે જેનાથી રેસર્સ તેમનો પ્રોગ્રેસ ચેક કરી શકે છે તથા વૈશ્વિક સ્તરે ચેમ્પિયન્સ સાથે સ્પર્ધા કરી શકે છે. વિશ્વભરમાં 200થી વધુ રજિસ્ટર્ડ ટ્રેક્સ સાથે રેસફેસર કાર્ટિંગ કમ્યૂનિટીમાં ચોક્સાઇ અને પર્ફોર્મન્સની પર્યાય બની ચૂકી છે. દુબઇ કાર્ટઓડ્રોમ માં ટીમ કેફીન એન્ડ ઓકટેન એ 12 કલાક ની એંડ્યુરન્સ રેસ જીતી છે. અને આવી ઘણી બધી ગ્લોબલ રેસિંગ ઈવેન્ટ્સ માં આ ટીમ પાર્ટીસિપેટ કરે છે.
કંપનીએ શહેરમાં રેસિંગ ઇકોસિસ્ટમને વધુ સમૃદ્ધ બનાવવા માટે હાર્લે ડેવિડસન રેસ નાઇટ્સ, ડુકાતી ઓફિશિયલ ક્લબ, અમદાવાદ, મહિન્દ્રા ટર્બો ચેલેન્જ અને ટીવીએસ અપાચે રેસિંગ એક્સપીરિયિન્સનું આયોજન કર્યું હતું. તેણે સિમ્પલ એનર્જીસની કન્ઝ્યુમર અને ડીલર્સ મીટનું પણ આયોજન કર્યું હતું.