ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલ અત્યાધુનિક ટેક્નોલોજી ધરાવતી એકમાત્ર સ્તવ્ય સ્પાઈન હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (SSHRI), દ્વારા નવી ZEISS KINEVO 900 રોબોટિક સર્જિકલ માઈક્રોસ્કોપની સ્થાપના સાથે કરોડરજ્જુની શસ્ત્રક્રિયાના ક્ષેત્રમાં નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. આ અદ્યતન રોબોટિક સર્જિકલ માઇક્રોસ્કોપ, કરોડરજ્જુની સર્જરી માટે સમર્પિત,તેના દર્દીઓને ઉચ્ચ તબીબી સારવાર પૂરી પાડવામાં હોસ્પિટલની ક્ષમતા વધુ વધારી દે છે.

ZEISS KINEVO 900 એ એક અત્યાધુનિક સર્જિકલ માઇક્રોસ્કોપ છે જે પરંપરાગત ઉપકરણોથી અલગ પાડતી અનેક અગ્રણી સુવિધાથી સજ્જ છે. તેની નોંધપાત્ર નવીનતાઓમાં શક્તિશાળી રોબોટિક વિઝ્યુલાઈઝેશન સિસ્ટમ છે, જેમાં 100થી વધુ વિશિષ્ટ વિશેષતાનો સમાવેશ થાય છે. સર્જિકલ પ્રક્રિયા દરમિયાન સર્જનને વિશિષ્ટ વાસ્તવિક સમયની માહિતી પ્રદાન કરવા માટે ખાસ ડિઝાઈન કરવામાં આવ્યું છે. ZEISS KINEVO 900 ની અન્ય વિશેષતા તેની વિશિષ્ટ રોબોટિક કંટ્રોલ સિસ્ટમ છે, જે પોઈન્ટલોક તરીકે ઓળખાય છે. સર્જનો દ્વારા ઉપયોગમાં લેવાતી આ અત્યાધુનિક તકનીક કરોડરજ્જુની તકલીફ ધરાવતા દર્દીઓ પર કરવામાં આવતી કાર્યપ્રણાલી ને સર્જિકલ ક્ષેત્રમાં એક ચોક્કસ સ્થાન પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા આપે છે અને ધ્યાન ગુમાવ્યા વિના માઇક્રોસ્કોપને ગોળાકાર રીતે વિનાપ્રયત્ને સરળતાથી ખસેડી શકે છે. ચોકસાઇ અને નિયંત્રણનું આ સ્તર સર્જરી કરવાની રીતને પુનઃવ્યાખ્યાયિત કરે છે આ સાથે સર્જીકલ સારા પરિણામોમાં થતો વધારો અને સંભવિત જોખમોમાં ઘટાડો પણ કરે છે.


ડૉ. મિરાંત દવે (મિનિમલી ઇન્વેસિવ સ્પાઇન સર્જન, સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ), હોસ્પિટલના આધુનિક ઉપકરણોમાં થયેલ સમાવેશ વિશે તેમણે જણાવ્યું હતું કે, “સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SSHRI) ખાતે ZEISS KINEVO 900ની રજૂઆત કરોડરજ્જુની સર્જરીમાં અમારા અવિરત પ્રયાસ માટે નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. આ અદ્યતન ટેકનોલોજી સલામતી, ચોકસાઈ અને સર્જિકલ પરિણામોની ખાતરી કરીને દર્દીની સંભાળમાં ક્રાંતિ લાવવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. અમે ZEISS KINEVO 900ની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે ઉત્સાહિત છીએ, કારણ કે તે અમારા સર્જનોને અદ્યતન સુવિધાઓ સાથે સશક્ત બનાવે છે જે કાર્ય કરવાની પદ્ધતિ સરળ બનાવે છે અને જે આખરે દર્દીની ઝડપી રીકવરી અને દર્દી સંતોષ મેળવે છે.

પોઝિશન મેમરીએ ZEISS KINEVO 900ની વધુ એક વિશેષતા છે, જે કરોડરજ્જુના મુખ્ય વિસ્તારો માટે વિસ્તૃતીકરણ અને ફોકસ સેટિંગ્સને સંગ્રહિત કરે છે. આ ક્ષમતા સુનિશ્ચિત કરે છે કે સર્જન એક પ્રક્રિયા દરમિયાન જોઈતા વિવિધ ક્ષેત્રો વચ્ચે એકીકૃત રીતે સ્વિચ કરી શકે છે, જેનાથી તેમનો મૂલ્યવાન સમય બચાવી શકાય છે અને એકંદર કાર્યક્ષમતામાં વધારો પણ થાય છે.
સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SSHRI) મેડિકલ ટેક્નોલોજી અને દર્દી-કેન્દ્રિત સંભાળ માટે સમર્પિત છે. ઉચ્ચ કૌશલ્ય ધરાવતા એક્સપર્ટસ સ્પાઇન સર્જનની ટીમ અને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ કરોડરજ્જુની સર્જરીના ક્ષેત્રમાં નવા માપદંડ સ્થાપિત કરવાનું ચાલુ રાખશે, જેથી સુનિશ્ચિત થાય છે કે દર્દીઓને સારવાર દરમિયાન ઉચ્ચતમ ધોરણની સારવાર અને માર્ગદર્શન મળતું રહે. હોસ્પિટલ નવા ઇનોવેશન તથા ભવિષ્યની અદ્યતન ટેક્નોલોજીને અગ્રીમ રાખીને સારવાર આપવા પ્રતિબદ્ધ છે અને જે આગળ વધતા ગુજરાત રાજ્ય તથા અમદાવાદ મા માટે સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ સ્પાઇનલ હેલ્થકેરના ધોરણો વધારશે.