ગુજરાતમાં સૌપ્રથમવાર આયોજિત થનારા પ્લસ સાઇઝ મેગા ફેશન શોના આયોજન કરવામાં આવ્યું

Rudra
By Rudra 1 Min Read

આજના સમયમાં જ્યારે ફેશન અને મનોરંજનના ક્ષેત્રમાં વધુમાં વધુ લોકો જોડાઈ રહ્યા છે ત્યારે ઘણા પ્રકારના ફેશન શોના આયોજન અલગ અલગ શહેરોમાં કરવામાં આવે છે પરંતુ એક અલગ જ પ્રકારના વિષય પ્લસ સાઇઝ એટલે કે વજનમાં વધારે હોય તે લોકો માટેના એક ખાસ મેગા ફેશન શોના આયોજન સાથે ગુજરાત ના જાણીતા ફેશન આઇકન અને ઇમેજ બિલ્ડિંગ એક્સપર્ટ નિકિતાના સ્ટાઇલ ઇમેજ સ્ટુડિયો દ્વારા કરવામાં આવશે.

વધુ વજન ધરાવતા મહિલાઓના આત્મવિશ્વાસ અને સામાજિક ધોરણે વધુ માં વધુ આગળ આવી શકે તે હેતુસર આ પ્રકારના આયોજનના કારણે પ્લસ સાઇઝ મહિલાઓ વધુ પ્રમાણમાં આ કાર્યક્રમમાં જોડાય તેવી અપેક્ષાઓ છે.

આ વર્ષના અંતમાં આ ફેશન શો નું મેગા આયોજન કરવામાં આવશે તેવી શક્યતા છે, આ ફૅશન શો ઇવેન્ટનો લોન્ચિંગ કાર્યક્રમ તા ૧૪ ઓક્ટોબરે અમદાવાદ ખાતે શહેરના જાણીતા કલાકારો, ફેશન આઇકન, સામાજિક કાર્યકરો અને સોશિયલ મીડિયા ક્રિએટર્સ ની હાજરીમાં યોજવામાં આવ્યો હતો.

ઉપરોક્ત કાર્યક્રમમાં શહેરની જાણીતી સંસ્થા હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના કલ્ચરલ સેલના અધ્યક્ષ શ્રીમતી જીજ્ઞા તિવારીના સહયોગ દ્વારા કરવામાં આવ્યો હતો.

આગામી દિવસોમાં આ ફેશન શૉ ના આયોજન અને રજીસ્ટ્રેશન કરવા માટેની વધુ માહિતી આપને અમારા સ્ટાઇલ ઇમેજ સ્ટુડિયો ના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી મળી રહેશે.

Share This Article