નેપાળ આર્મી દિવસની ઉજવણી અંતર્ગત યુથ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતને રી પ્રેઝન્ટ કરશે વૈદેહી ગોહિલ
નેપાળમાં મહાશિવરાત્રી અને નેપાળ આર્મી દિવસની ઉજવણી અંતર્ગત યુથ એક્સચેન્જ પ્રોગ્રામ માર્ચ મહિનામાં કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી CVM કેન્ડીડેટસની પસંદગી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાતમાંથી ફક્ત આણંદની ઝ્રફસ્ યુનિવર્સિટીની સેમ કોમ કોલેજમાં ભણતી વૈદેહી જયવર ગોહિલની પસંદગી કરવામાં આવી છે. રાજ્યભરમાંથી બે NCC અને ૧૬ કેન્ડીડેટસની પસંદગી કરવામાં આવી છે. આ અંગે વૈદેહી ગોહિલએ જણાવ્યું હતું કે, NCC દ્વારા યુદ્ધ એક્સચેન્જ પ્રોગ્રામ યોજવામાં આવે છે, જેથી કરીને એકબીજાના દેશની ડિફેન્સ અને તેની કામગીરી કરવાની રીત અંગે જાણકારી મળી શકે. આ યુદ્ધ એક્સચેન્જ પ્રોગ્રામ થકી કેડેટ્સ બીજા દેશની સંસ્કૃતિ અંગે જાણી શકે છે. યુથ એક્સચેન્જ પ્રોગ્રામમાં વૈદેહી નેપાળમાં જઈને ભારતને રી પ્રેઝન્ટ કરશે અને ભારતની સંસ્કૃતિ ત્યાં અને ત્યાંની સંસ્કૃતિ અંગે ભારતમાં જાણકારી મળે તેવી કોશિશ કરશે. આ યુદ્ધ એક્સચેન્જ પ્રોગ્રામમાં સૌપ્રથમ એમસીક્યુ બેઝ રિટર્ન એક્ઝામ યોજવામાં આવી હતી. જેમાં NCCના બીજા અને ત્રીજા વર્ષના કોર્સ અને છેલ્લા એક વર્ષમાં થયેલા કરંટ અફેર અંગે પૂછવામાં આવ્યું હતું. બાદમાં ડ્રીલની પરીક્ષા યોજાઈ હતી, જેમાં ગ્રુપમાં અને વ્યક્તિગત ડ્રિલ યોજાઈ હતી. બાદમાં ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યૂ યોજાયું હતું. ત્યારબાદ છેલ્લા સ્ટેજમાં પર્સનાલિટી અને યુનિફોર્મ ટેસ્ટ યોજાયો હતો, જેમાં કેડેટનો યુનિફોર્મ બરાબર છે કે, નહીં અને તેમની પર્સનાલિટી કેવી છે, તે ચેક કરવામાં આવી હતી. આ અંગે વૈદેહી એ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં કોમ્યુનિકેશન સ્કિલ અને જનરલ નોલેજ સારું હોવું જાેઈએ. કેડેટને પોતાની આજુબાજુ શું ચાલી રહ્યું છે? બીજા દેશમાં શું પરિસ્થિતિ છે? અથવા ભારત અને બીજા દેશના કેવા રિલેશન છે, તેવા વિવિધ કરંટ અફેર વિશે જાણકારી હોવી જરૂરી છે. આ ઉપરાંત કેડેટના રૂપમાં તેમની પર્સનાલિટી ડેવલપમેન્ટ, યુનિફોર્મ અને ડિસિપ્લિન બરાબર હોવા જાેઈએ. કેડેટને NCCના રૂલ્સ અને રેગ્યુલેશન ખબર હોવા જાેઈએ. આ ઉપરાંત ડ્રિલ દરમિયાન તેના રૂલ્સ પણ ખબર હોવા જાેઈએ.
મલ્હાર ઠાકર અભિનિત ગુજરાતી ફિલ્મ “જય માતાજી: લેટ્સ રોક” નો ફર્સ્ટ લૂક આઉટ!
Gujarati Movie first look : ગુજરાતી સિનેમાના ચાહકો માટે એક મજેદાર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે "જય માતાજી:...
Read more