ગુજરાત : ભારે વરસાદની ચેતવણી, તંત્ર એલર્ટ પર

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

અમદાવાદ: ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવી છે જેના પરિણામ સ્વરુપે રાજ્ય સરકારે સાવચેતીના પગલા પહેલાથી જ લઇ લીધા છે. એનડીઆરએફની પાંચ ટીમો પણ ગોઠવી દેવામાં આવી છે. અણધારી આફતને પહોંચી વળવા માટે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. વધુ બે ટીમ પણ બોલાવવામાં આવી છે જે પૈકી એક ટીમ પાલનપુરમાં અને એક ટીમ ગાંધીનગરમાં રહેશે.

રાજ્યના ૨૦ થી વધુ જિલ્લા અને શહેરોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી  કરવામાં આવી છે, જેમાં નર્મદા, ડાંગ, રાજકોટ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, આણંદ, બરોડા, તાપી, મહેસાણા, જુનાગઢ, પોરબંદર, અમદાવાદ, મોરબી, દ્વારકા, સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ સહીતના જિલ્લાઓનો સમાવેશ થાય છે, જયારે અમરેલી, ભાવનગર, પંચમહાલ, ખેડા, ગોધરા, અરવલ્લી, સુરત સહીતના જીલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇને સરકાર અને તંત્ર દ્વારા એનડીઆરએફની પાંચથી વધુ ટીમો તૈનાત રખાઇ છે અને અધિકારીઓને એલર્ટ પર રખાયા છે.

Share This Article