ગુજરાતીઓનું હાર્ટ ઉંમર કરતાં ૧૦ વર્ષ ઘરડુ – સર્વે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે તે વાત આખી દુનિયા જાણે છે. ગુજરાતીઓ ફરવામાં અને ખાવામાં પાછા નથી પડતા. ૨૫૦૦ ગુજરાતીઓના હ્રદય ઉપર કરવામાં આવેલા સર્વેથી સાબિત થાય છે કે ગુજરાતીઓની ઉંમર કરતા હ્રદયની ઉંમર ૧૦ વર્ષ વધુ હોય છે. આ સર્વે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજીનાં ડૉક્ટર્સે કર્યો છે. આ સ્ટડીને ઑક્સફર્ડ યૂનિવર્સિટી પ્રેસનાં જર્નલ ક્યૂજેએમમાં પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ સ્ટડી દરમિયાન સામે આવ્યુ છે કે, ગુજરાતીઓમાં વધી રહેલા બ્લડપ્રેશર, કોલેસેટ્રોલ અને ડાયાબીટીસ જેવી બિમારીઓ વધુ હોય છે. તેના લીધે તેમના હાર્ટ પર અસર થાય છે. અને ઘણી વખત નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવી જતા હોય છે.

ડૉક્ટર્સનાં જણાવ્યા અનુસાર ગુજરાતી લોકોમાં હાઈ કૉલેસ્ટ્રોલ, હાઈ બીપી અને મોટા પેટની ચરબીનાં કારણે આ રીતની સમસ્યા વધે છે અને હાર્ટ સંબંધી બીમારીઓ થવાનો ખતરો રહે છે. ડૉક્ટરનું આ વિશે કહેવું છે કે, “કેલ્ક્યુલેશનમાં ૯.૫ વર્ષનું અંતર આવવુ તેનો મતલબ ફિઝિકલ ઉંમર કરતા હાર્ટની ઉંમર લગભગ ૧૦ વર્ષ વધારે છે.”

આ સ્ટડીનો સંદેશ એ છે કે ગુજરાતીઓએ હાર્ટ સંબંધીત બીમારીઓમાં લાપરવાહ ના રહેવું જોઇએ. ૩૦ વર્ષની ઉંમરવાળા લોકોએ આવી નાની મોટી સમસ્યાઓથી લાપરવાહ ન રહેવું જોઇએ અને નિયમિત ચેકઅપ કરાવવું જોઇએ.

Share This Article