મહેસાણા : ગુજરાતી શું ન કરી શકે તેનું વધું એક ઉદાહરણ જોવા મળ્યું છે. ગુજરાતના એક યુવાને એવું સંશોધન કર્યુ છે જે ભારતમાં કેન્સરની સારવારમાં ક્રાંતિ લાવી શકે છે. તેની સાથે કેન્સરની સારવાર પર વિદેશી દવાઓ પરની ર્નિભરતા ઘટાડી ભારતને આ મોરચે આર્ત્મનિભર બનાવી શકે છે.
મહેસાણાના આ યુવકે તેની ટીમ સાથે મળીને એવું સંશોધન કર્યું છે જે વિજ્ઞાનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે. યુવા વૈજ્ઞાનિક હર્ષિલ દવેનું સંશોધન કેન્સરની સારવારમાં ક્રાંતિ લાવશે. ગાંધીનગરમાં પીએચડી કરી રહેલા હર્ષિલ દવેએ કેન્સરની સારવાર માટે હાઇડ્રોજેલ સોલ્યુશન નામની નવી મેડિકલ ટેક્નોલોજી પર સંશોધન કર્યું છે. હર્ષિલ દવે બાયોમેડિકલ એન્જિનિયર છે અને ગાંધીનગરમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં પીએચડી કરી રહ્યા છે. હિતાશા વિઠ્ઠલાણી અને પ્રોફેસર મુકેશ ધાનક સાથે બે ગોલ્ડ મેડલ જીતનાર હર્ષિલ દવે કેન્સરની સારવારના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે અથાક મહેનત કરી રહ્યા છે. મેડિકલ ક્ષેત્રે સંશોધન માટે સરકારે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. પરંતુ હર્ષિલ દવેની ટીમ હવે એક સંશોધન કરવામાં સફળ રહી છે જે માત્ર રૂ. 5 લાખની નજીવી રકમથી કેન્સરની સારવારમાં ક્રાંતિ લાવશે.
તેમણે એક સફળ સંશોધન કર્યું છે જેના દ્વારા કેન્સરના દર્દીઓ મોંથી લઈને આંતરડા સુધીના તમામ કેન્સરની સારવાર સરળતાથી અને ઓછા ખર્ચે મેળવી શકે છે અને તે પણ મેડ ઈન ઈન્ડિયા ટેકનોલોજીથી. હર્ષિલ દવે અને તેમની ટીમ છેલ્લા દોઢ વર્ષથી કેન્સરની સારવાર માટે સંશોધન કરી રહી છે અને હવે તેઓ નાના-મોટા તમામ પ્રાણીઓ પર કેન્સરનું પરીક્ષણ કરવામાં સફળ થયા છે. હાલમાં, ભારત હાઇડ્રોજેલ સોલ્યુશનનો ઉપયોગ કરીને કેન્સરની સારવાર માટે વિદેશી તબીબી તકનીક પર ર્નિભર છે, જે ખૂબ ખર્ચાળ છે. તાજેતરમાં વિકસિત અને પ્રાણીઓ પર સફળતાપૂર્વક પરીક્ષણ પછી હર્ષિલ દવેની કેન્સરની સારવાર સંપૂર્ણપણે સરળ અને સલામત છે. વર્તમાન કેન્સરની સારવારમાં એન્ડોસ્કોપી દ્વારા નિદાન બાદ સારવાર આપવામાં આવે છે. પરંતુ આ સંશોધનમાં એન્ડોસ્કોપી દ્વારા જ આંતરિક રીતે સારવાર આપી શકાય છે. ઉપરાંત, કેન્સરની સારવારમાં કરવામાં આવેલા નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ સારવાર દરમિયાન આંતરિક રક્તસ્રાવ થતો નથી અને કીમોથેરાપી લેવાની જરૂર નથી. આ દાવો કેન્સરની સારવારમાં સંશોધન કરનાર હર્ષિલ દવેએ કર્યો છે. આમ, ભારત જે હાલમાં કેન્સરની સારવાર માટે વિદેશો પર ર્નિભર છે, તે આવનારા સમયમાં નવી ટેકનોલોજી અને મેડ ઈન ઈન્ડિયા સારવારનો ઉપયોગ કરશે અને કેન્સર ક્ષેત્રે નવી સિદ્ધિઓ સાથે સમગ્ર વિશ્વ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.