આંતરરાષ્ટ્રીય સ્તરે 70 થી વધુ પુરસ્કારો, નોમિનેશન અને ઓફિસિયલ સિલેક્શન થનારી ગુજરાતી ફિલ્મ ‘પ્રવાસ’ સિનેમાઘરોમાં થશે રિલીઝ

Rudra
By Rudra 2 Min Read

Scorewiin અને R.Shah Entertainment પ્રસ્તુત તેમજ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં 70થી વધુ પુરસ્કારો, નોમિનેશન અને ઓફિસિયલ સિલેક્શન થનાર તેમજ પ્રશંસા મેળવનારી ગુજરાતી ફિલ્મ ‘પ્રવાસ’ હવે ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ બહુપ્રતિક્ષિત ફિલ્મ 7 નવેમ્બર, ૨૦૨૫ના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થશે. ‘પ્રવાસ’ એ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ એક લાગણીસભર યાત્રા છે, જે દરેક હૃદયને સ્પર્શી જાય છે. ફિલ્મે તેની રજૂઆત પહેલાં જ વિશ્વભરના પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ભાગ લઈને ગુજરાતી સિનેમાને વૈશ્વિક મંચ પર ગૌરવ અપાવ્યું છે.

ફિલ્મના લેખક અને દિગ્દર્શક વિપુલ શર્મા કહે છે,‘પ્રવાસ’ જીવનની અનિશ્ચિત યાત્રા પર આધારિત હૃદયસ્પર્શી વાર્તા છે, જે બતાવે છે કે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિ જીવનમાં આવતી અણધારી પરિસ્થિતિઓ, લાગણીઓ અને સંઘર્ષો વચ્ચે સંતુલન જાળવીને આગળ વધે છે. ફિલ્મ માનવ સંબંધોની ગૂઢતા, જીવનના સાચા મૂલ્યો અને એક આશાવાદી ભવિષ્ય તરફની યાત્રાને ખૂબ જ સંવેદનશીલ રીતે રજૂ કરે છે. “પ્રવાસ એ દરેક વ્યક્તિના મનની અંદર ચાલતી યાત્રા વિશે છે. આ ફિલ્મ તમને હસાવશે, રડાવશે અને વિચારતા કરી મુકશે.”

આ ફિલ્મના નિર્માતા જય પંડ્યા અને રાકેશ શાહ છે. ફિલ્મના નિર્માતા જય પંડ્યા અને રાકેશ શાહ કહે છે, “ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હવે વિશ્વસ્તરે નવી ઓળખ બનાવી રહી છે. ‘પ્રવાસ’ એ એનું જીવંત ઉદાહરણ છે. અમને વિશ્વાસ છે કે આ ફિલ્મ ગુજરાતના દરેક દર્શકના દિલમાં પોતાનું સ્થાન બનાવશે.”

આ ફિલ્મની આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓની વાત કરીએ તો,‘પ્રવાસ’ એ અત્યાર સુધી ૭૦થી વધુ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને નોમિનેશન પ્રાપ્ત કર્યા છે.

આ ફિલ્મે ચાઇના રુઆન ચાઈલ્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, આલ્પ્સ ફિલ્મ ફેસ્ટિવલ, સાઉન્ડ આફ્રિકન ફિલ્મ ફેસ્ટિવલ, માલ્ટા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને 4th એલિગન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જેવા પ્રતિષ્ઠિત મંચો પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

આ સાથે રૂસિયા મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલ, બાગલાદેશ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ચાઇના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સંભવિત પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મને સ્થાન મળ્યું હશે. આ ઉપરાંત જર્મની, ઈટાલી, યુકે, યુએસએ, ઑસ્ટ્રેલિયા, ફ્રાન્સ, સ્પેન જેવા દેશોમાં પણ આ ફિલ્મને ખૂબ પ્રશંસા પ્રાપ્ત કરી છે. જયારે ભારતમાં આ ફિલ્મ અમદાવાદ, ઉતરાખંડ, દિલ્હી, મુંબઈ અને હિમાચલ જેવા રાજ્યોમાં પણ પ્રશંસા મેળવી ચૂકી છે.આ સિદ્ધિઓ ગુજરાતી સિનેમાના ગૌરવમાં વધારો કરે છે.

Share This Article