ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સમાં ગુજરાતે 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી ખાતે યોજાઈ રહેલા ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સમાં ગુજરાતે ૭ ફેબ્રુઆરી સુધીમાં ૨ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૮ મેડલ જીતી લીધા છે. આ ઉપરાંત આજે ગુજરાત – કર્ણાટક વચ્ચે રમાયેલી ખો-ખો ગર્લ્સ સેમીફાઈનલમાં ગુરાતની ગર્લ્સ ટીમે ૧૦-૮ થી શાનદાર વિજય મેળવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ આજે સાંજે મહારાષ્ટ્ર સામે રમાયેલી ફાઈનલમાં ૭-૬ થી ગુજરાતની હાર થઈ હતી અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.

અત્યાર સુધીમાં ગુજરાતના મયંક કાદિયને ૬૦  કિગ્રા જૂડોમાં અને વિશાલ મકવાણાએ ૩૦૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેળવ્યો છે. જ્યારે ભાવિકા પટેલે ૪૦ કિગ્રા ફ્રિસ્ટાઈલ વ્રેસ્ટલીંગ (ગર્લ્સ) અને સનોફર પઠાણે ૭૦ કિ.ગ્રા. ફ્રિસ્ટાઈલ વ્રેસ્ટલીંગ (ગર્લ્સ)માં સિલ્વર મેડલ જીત્યો છે. આ ઉપરાંત કબડ્ડીમાં બોયઝ ટીમે, વોલીબોલમાં ગર્લ્સ ટીમે અને ૫૦ મીટર બટર ફલાય સ્વીમીંગ (ગર્લ્સ)માં સારંગ ડોલ્ફીએ બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યા છે.

ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સમાં કુલ ૭૨ મેડલ જીતીને મહારાષ્ટ્ર સૌથી આગળ છે, જ્યારે ૬૬ મેડલ સાથે દિલ્હી બીજા અને ૫૭ મેડલ સાથે હરિયાણા ત્રીજા ક્રમે છે.

Share This Article