ગુજરાતને આગામી ડિસેમ્બર માસ સુધીમાં નવા ૪ ડ્રીમ પ્રોજેક્ટની ભેટ મળશે

KhabarPatri News
By KhabarPatri News 8 Min Read

દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, સુરત ડાયમંડ બુર્સ, સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને રાજકોટ એઇમ્સ લગભગ તૈયાર

File 02 Page 02 1

ગાંધીનગર: ગુજરાતને આગામી ડિસેમ્બર માસ સુધીમાં નવા ૪ ડ્રીમ પ્રોજેક્ટની ભેટ મળી શકે છે. ગુજરાતના આ ૪ મુખ્ય પ્રોજેક્ટનું કામ પૂર્ણ થવાના આરે છે. જેમાં દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, સુરત ડાયમંડ બુર્સ, સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને રાજકોટ એઇમ્સ લગભગ તૈયાર છે. હવે આ ચારેય પ્રોજેક્ટ આગામી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ખુલ્લા મૂકવામાં આવે તેવી સંભાવના છે. ઓખા- બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે. હવે કરોડોના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થતાં લોકો આ બ્રિજથી કાર કે અન્ય વાહનો લઈને બેટ દ્વારકા પહોંચી શકશે. ડાયમંડ નગરી ગણાતા સુરતમાં બનેલ ડાયમંડ બુર્સએ ન માત્ર સુરતનું પરંતુ આખા ગુજરાતનું શાન બન્યું છે. મેગા સિટી અમદાવાદમાં ૩૫૦ કરોડના ખર્ચે થયેલ થઈ રહેલ સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અહીં હોટલ-રેસ્ટોરન્ટ, મોલ અને ટેરેસ ગાર્ડન જેવી અનેક સુવિધાઓ છે. અહીંથી BRTS, મેટ્રો અને રેલવેની મુસાફરી કરી શકાશે. આ સાથે ૧૨૦૦ વાહનો પાર્ક થઈ જાય તેવું પાર્કિંગ પણ બનાવાયું છે. રાજકોટમાં તૈયાર થઈ રહેલ એઇમ્સનું કામ પણ હવે પૂર્ણ થવા આવ્યું છે. મહત્વનું છે કે આ ચારેય મહત્વનના પ્રોજેક્ટનું ડિસેમ્બરના અંત સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થઈ શકે છે. સુરતનું ડાયમંડ બુર્સ આજથી ધમધમતું થયું છે. એક સાથે ૧૩૫ ઓફિસમાં વેપારના શ્રી ગણેશ થયા. ૧૩૫ હીરા વેપારીમાંથી ૨૬ વેપારીઓએ મુંબઈ ઓફિસ કાયમી બંધ કરી. આ વેપારીઓ ટૂંક સમયમાં મુંબઈથી સુરત શિફ્ટ થઈ જશે. ૨૦ નવેમ્બરે બુર્સની અંદર બેંકનું ઉદ્ધાટન કરી કામગીરી શરૂ થઈ હતી. ૧૭ ડિસેમ્બરે પ્રધાનમંત્રી મોદી ડાયમંડ બુર્સનું વિધિવત ઉદ્ધાટન કરાવશે. દશેરાના દિવસે ૯૮૩ ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થયું હતું. ત્યાર પછી છેલ્લા એક મહિનાથી રોજ ૨૦થી ૨૫ ઓફિસમાં કુંભઘડાનું સ્થાપન થઈ રહ્યું છે.

surat diamondburse

આ ઓખા-બેટ દ્વારકાને જાેડનારો સિગ્નેચર બ્રિજ એ ગુજરાતના ઐતિહાસક અને પ્રવાસનની દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ છે. જે કહેવાય છે કે પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પણ છે. આ ઓખા બેટ દ્વારકા સી બ્રિજને સિગ્નેચર બ્રિજ નામ અપાયુ છે. આ બ્રિજ બનાવવા પાછળનું કારણ પણ એ છે કારણકે લોકોને જ્યારે બેટ દ્વારકા જવું હોય તો ફેરી બોટમાં જ જવું પડતું હતું. પ્રવાસની સમસ્યાઓને ઘટાડવા અને સુવિધાયુક્ત પરિવહન મળી રહે તે હેતુથી આ બ્રિજન બનાવવા માટે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. અંદાજે ૯૭૮ કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો છે. ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ૨૩૨૦ મીટરની લંબાઈના આ બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે. દરિયાઈ બાર્જ ક્રેનથી ૩૮ પિલર ઉભા કરાયા છે.માર્ચ ૨૦૧૮માં કામગીરી શરૂ થઈ અને અત્યાર સુધીમાં ૯૨ ટકા ભૌતિક કામગીરી પૂરી કરાઈ છે. બ્રિજની લંબાઈ ૨૩૨૦ મીટર હશે જ્યારે ૯૦૦ મીટર કેબલ સ્ટેયડ ભાગ હશે. ઓખા અને બેટદ્વારકા બંને બાજુ થઈને ૨૪૫૨ મીટર જેટલો એપ્રોચ રોડ બનાવવામાં આવશે. બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ ૫૦૦ મીટર છે જે ભારતમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે. વાહનો પાર્ક કરવા માટે ઓખા બાજુ પાર્કિંગ બનાવવામાં આવશે. બ્રિજના મુખ્ય ગાળામાં ૧૩૦ મીટર ઉંચાઈ ધરાવતા બે પાયલોન છે. ફોર લેન બ્રિજની પહોળાઈ ૨૭.૨૦ મીટર છે. જેમાં બંને બાજુ ૨.૫૦ મીટરના ફૂટપાથ બનાવવામાં આવશે. ફૂટપાથ પર લગાવવામાં આવેલા સોલાર પેનલથી ૧ મેગાવોટ વીજળી ઉત્પાદન થશે. જેનો ઉપયોગ બ્રિજ પરની લાઈટિંગ માટે કરાશે. વધારાની વીજળી ઓખા ગામને પૂરી પડાશે. ૧૨ લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યૂ ગેલેરી રખાશે. રાત્રિ દરમિયાન ડેકોરેટીવ લાઈટિંગની પણ વ્યવસ્થા કરાશે. ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે આ અતિ મહત્વનો પ્રોજેક્ટ છે. થોડા સમય પહલા જ્યારે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ તૈયાર થઈ રહેલી એમ્સની મુલાકાત લીધી હતી ત્યારે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ૨૦૧૪માં મોદીજીએ દરેક રાજ્યમાં એક એમ્સ બને તેવો સંકલ્પ કર્યો હતો. હાલ દેશભરમાં ૧૬ એમ્સનું કામ ચાલુ છે. રાજકોટમાં પણ એમ્સનું કામ ઘણું ઘરું પૂરું થયું છે. જાે કે આ નવનિર્માણ પામી રહેલી એમ્સ હોસ્પિટલમાં ઓપીડી શરૂ થઈ ગઈ છે. રાજકોટ એમ્સ ફૂલ ફ્લેજમાં કાર્યરત થતા આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના દર્દીઓએ હવે ગુજરાત બહાર જવું પડશે નહીં. તમામ સુવિધાઓ એમ્સ હોસ્પિટલમાં જ મળી રહેશે. અત્રે જણાવવાનું કે રાજકોટ એ સૌરાષ્ટ્રનો અતિ મહત્વનો વિસ્તાર ગણવામાં આવે છે. આ ૭૫૦ બેડની હોસ્પિટલ હશે જે મલ્ટી સ્પેશિયાલીટીવાળી હશે, તદઉપરાંત સુપરસ્પેશિયાલીટી ડિપાર્ટમેન્ટ્‌સ પણ હશે. પ્રોજેક્ટ હેઠળ બાંધકામ ખર્ચ અંદાજિત ૧૧૯૫ કરોડ રૂપિયા છે.

aiims rajkot

ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે ૨૦૧ એકર જમીન ફાળવેલી છે. પીએમ મોદી એમ્સનું ઉદ્ધાટન કરે તેવી શક્યતા છે. સાબરમતી HSR સ્ટેશન સાબરમતીના બે ભારતીય રેલ્વે સ્ટેશનો (SBI અને ST) વચ્ચેના રેલ્વે યાર્ડમાં આવેલું છે, બે મેટ્રો સ્ટેશન અને BRTS સ્ટોપની નજીક છે.સાબરમતી HSR એ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું ટર્મિનલ સ્ટેશન છે, NHSRCL તેને પ્રદેશમાં મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવાની યોજના ધરાવે છે જે HSR લાઇનને ભારતીય રેલ્વે, મેટ્રો સ્ટેશન અને બસ રેપિડ ટ્રાન્ઝિટ (BRTS) સાથે જાેડશે. .સિસ્ટમ, સરળ પરિવહન માટે ટૂંકી ચાલમાં સ્થિત છે. ચએસઆર સ્ટેશનની આસપાસના વિવિધ ટ્રાન્સપોર્ટ મોડ્‌સ વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી અને એકીકરણ પ્રદાન કરવા માટે, સાબરમતી એચએસઆર સ્ટેશનની પૂર્વ બાજુએ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બિલ્ડિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ત્રણ ફૂટ ઓવરબ્રિજ (એફઓબી) છે જે પ્રવાસીઓથી સજ્જ હશે. આ હબ બિલ્ડિંગને સાબરમતી એચએસઆર સ્ટેશન, સાબરમતી રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને BRTS સ્ટેન્ડ બંને સાથે જાેડશે. હબ બિલ્ડીંગ એક જાેડિયા માળખા તરીકે બાંધવામાં આવી રહી છે, જેમાં ઓફિસો, કોમર્શિયલ ડેવલપમેન્ટ અને મુસાફરો માટે રિટેલ આઉટલેટ માટે જગ્યા નિર્ધારિત કરવામાં આવી છે. હબ બિલ્ડીંગ સ્ટેશન, બંને બાજુના વેસ્ટર્ન રેલ્વે સ્ટેશનો, મેટ્રો સ્ટેશન અને BRTS દ્વારા કનેક્ટિવિટી પૂરી પાડે છે. ર્હ્લંમ્ ની વિગતો નીચે મુજબ છે. – હબ બિલ્ડીંગમાં સરળતાથી પહોંચવા માટે, ખાનગી કાર, ટેક્સી, બસ, ઓટો, ટુ વ્હીલર માટે પૂરતી પાર્કિંગ જગ્યા સાથે સમર્પિત પિક અપ અને ડ્રોપ ઓફ બે બનાવવામાં આવ્યા છે. આ એચએસઆર સ્ટેશનની ત્રિજ્યામાં મુસાફરોની સરળ અવરજવર અને ટ્રાફિકને સુનિશ્ચિત કરશે. હબ બિલ્ડિંગમાં મુસાફરો, છૂટક અને રેસ્ટોરાં માટે રાહ જાેવાના વિસ્તારો જેવી અન્ય સુવિધાઓ સાથે સમર્પિત કોન્કોર્સ ફ્લોર (ત્રીજા માળના સ્તરે) છે. – કોન્કોર્સ ફ્લોરની ઉપર બિલ્ડિંગ બ્લોક્સ બે અલગ-અલગ બ્લોક્સ છ અને મ્માં બે સ્તરો પર એકબીજા સાથે જાેડાયેલા ટેરેસ સાથે વિભાજિત છે. બ્લોક છમાં ભાવિ ઓફિસ સ્પેસ માટે આરક્ષિત કોન્કોર્સ ઉપર ૬ માળ છે. બ્લોક બીમાં ૪ માળનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હોટેલની સુવિધાઓ સાથે મીટિંગ રૂમ, બેન્ક્‌વેટ હોલ, કોન્ફરન્સ રૂમ, સ્વિમિંગ પૂલ, રેસ્ટોરન્ટ વગેરે છે. ભારતીય રેલ્વે અને ૐજીઇ વચ્ચે મુસાફરોના આદાનપ્રદાન માટે હબ કોન્કોર્સમાં ભારતીય રેલ્વે માટે ટિકિટ કાઉન્ટર પ્રદાન કરવામાં આવશે. – દાંડી માર્ચ મ્યુરલ -સાબરમતીના ઐતિહાસિક સંદર્ભને માન આપવા માટે, બિલ્ડીંગના દક્ષિણ તરફના ભાગમાં પ્રખ્યાત દાંડી માર્ચ ચળવળને દર્શાવતું એક વિશાળ સ્ટેનલેસ સ્ટીલ ભીંતચિત્ર ઊભું કરવામાં આવ્યું છે. – ગ્રીન બિલ્ડીંગની વિશેષતાઓ-હબને વિવિધ ગ્રીન બિલ્ડિંગ ફીચર્સ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આમાં છત પર સોલાર પેનલની જાેગવાઈ, વિશાળ લેન્ડસ્કેપ ટેરેસ અને બગીચા, ઉર્જા કાર્યક્ષમ એર કન્ડીશનીંગ અને લાઇટિંગ ફિક્સર સાથે કાર્યક્ષમ પાણીના ફિક્સરનો સમાવેશ થાય છે. સમગ્ર બિલ્ડિંગના મોટાભાગના વિસ્તારોમાં પૂરતો કુદરતી પ્રકાશ અને આસપાસના દૃશ્યો છે.

Share This Article