અમદાવાદ : હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે. ધીરે ધીરે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. જાેકે, આ તારીખથી તો ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાનો સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ અંગે જણાવાયું છેકે, નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અલ નીનોના કારણે જાેઈએ તેવી ઠંડી પડતી નથી. હવામાન વિભાગે જણાવ્યું છેકે, અલ નીનોની અસરના કારણે સમુદ્રનું પાણી પણ ગરમ રહેતું હતું. જેના કારણે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવામાં હતા અને અરબ સાગરમાં પણ હલચલ થવામાં હતી. ગાત્રો થીજવતી ઠંડી અંગે જાેઈએ તો ૨૨-૨૩ ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતના ભાગોમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે. ડિસેમ્બરનું અંતિમ સપ્તાહ પણ હવામાન પલ્ટાવાળું રહે અને વાદળવાયું, માવઠા જેવું રહશે. જાન્યુઆરી માસ પણ ઠંડો રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે. સામાન્ય રીતે અરબ સાગરમાં ડિસેમ્બરમાં ક્યારેક જ સાયકલોન બને છે. ૧૮૯૧થી ૧૯૬૦ સુધીમાં જાેઈએ તો ડિસેમ્બર માસમાં અરબ સાગરમાં ત્રણ ચક્રવાત બન્યા હતા જેમાંથી એક જ મજબૂત હતું. વળી અલ નીનોના કારણે પણ ઠંડી ઓછી રહી હોય તેવું જણાય છે. ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ રહેશે. ચરોતરમાં શિયાળુઋતુ ધીરે-ધીરે મધ્યાવસ્થા તરફ ગતિ કરી રહી હોઇ સમયાંતરે ઠંડીમાં વધારા-ઘટાડાની સ્થિતિ સર્જાતી રહે છે. જાેકે ઠંડીની ઋતુ છતા સર્જાતી જુદી-જુદી સિસ્ટમોને લઇને વાતાવરણમા પલ્ટો આવીને કમોસમી વરસાદની સ્થિતિ સર્જાતી રહે છે. ત્યારે આણંદ-ખેડા જિલ્લામા ચાલુ માસમાં માવઠાની બેથી વધુ સિસ્ટમ રચાવાની શક્યતાઓ હવામાન તજજ્ઞોએ વ્યક્ત હૂરી છે. જાેકે માવઠાની આગાહી ખેડૂતો માટે ચિંતનો વિષય બની છે. વિક્ષેપની અસર હેઠળ પાકિસ્તાનમાં વાદળો આવ્યા હોય તેમ જણાય છે અને ધીરે ધીરે તા.૧૬થી ૧૮માં ઉત્તર ભારતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે. આથી તા.૧૯ થી ૧૮માં ગુજરાતમાં વાદળો આવી શકે. પરંતુ પશ્ચિમી વિક્ષેષમાં ઘણી ઉંચાઈએ ભેજ હોવો જાેઈએ. માત્ર નીચે ભેજ હોય તો ઠંડક વળતા ધુમ્મસ જ થાય છે. હવે ધીરે પીરે એક પછી એક હલકા ભારે પશ્ચિમી વિક્ષેપ આવશે. આ પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ તા.૧૬ થી ૧૮માં હવામાન પલટાય અને તા.૨૩મી ડિસેમ્બર સુધીમાં નાતાલ પૂર્વે માવઠું થવાની શક્યતા રહે. આ માવઠાની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પશ્ચિમ ભાગ અને છેક ગુજરાતના ભાગ સુધી અસર થવાની શક્યતા રહેશે. આ વખતે અરબ સાગરનો ભેજ પણ મળે અને પશ્ચિમી વિક્ષેપની અસર તળે આ ભેજ ભળી જતા ગુજરાતના ભાગો સુધીમાં માવઠું થવાની શક્યતા રહે. ઉત્તર ભારતના ભાગોમાં કમોસમી વરસાદ ગાજવીજ અને કરાં સાથે પડવાની શક્યતા રહે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવે. દક્ષિણ ચીન તરફ ચક્રવાતોના કારણે ચીનની બાજુમાં ચક્રવાતોનું નામ અલગ ગણાય છે પણ આ ચક્રવાતના અવશેષ બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળના ઉપસાગરમાં હલચલ જાેવા મળે.
Chief Minister Bhupendra Patel stated that Gujarat and Bihar have shared a relationship dating back to ancient times.
Ahmedabad: I had the privilege of joining in the joy and festivities of the Biharis twice this Chaitra in Ahmedabad....
Read more