ગુજરાતનાં ખેડૂતો માથે મોટી ઘાત : હવામાન વિભાગે કરી મોટી આગાહી, અહીં પડશે માવઠું

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદ : આમ જોવા જાઈએતો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર ઘટી રહ્યું છે. જેમાં રાજ્યમાં વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ૫ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય તેવી આગાહી કરી છે. જ્યારે રાજ્યમાં સિનોપ્ટિક સિચ્યુએશનમાં ઉત્તર પશ્ચિમી પવનો રાજ્યના નીચલા સ્તરમાં પ્રવર્તતી સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન ૦૨-૦૩ ફ્રેબુઆરીના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત મળીને કુલ ૭ જિલ્લામાં માવઠું પડવાની આગાહી છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, રાજ્યમાં આગામી ૦૨ ફ્રેબુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ૦૩ ફ્રેબુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ માવઠાની હવામાન વિભાગની આગાહી છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી લઘુતમ તાપમાન નલિયામાં ૧૦ ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં ૧૪ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૧૭.૧ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૨.૨ ડિગ્રી, વડોદરામાં ૧૬.૨ ડિગ્રી, ભાવનગરમાં ૧૬.૭ ડિગ્રી, રાજકોટમાં ૧૪.૮ ડિગ્રી તાપમાન નોંધાયું.

Share This Article