ગુજરાત યુનિવર્સિટી યુવક કલ્યાણ વિભાગ દ્વારા પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, માન્ય સંસ્થાઓ, યુનિવર્સિટીના વિદ્યા ભવનોના વિદ્યાર્થીઓ માટે આંતર કોલેજ યુવક મહોત્સવ સપ્ટેમ્બર-૨૦૧૮માં યોજાશે.
યાદીમાં વધુમાં જણાવાયાનુસાર આ યુવક મહોત્સવ વિવિધ ત્રણ વિભાગમાં યોજાશે. યુવક મહોત્સવમાં વિભાગીય કક્ષાએ ભાગ લેવા માટે ગ્રુપની સંખ્યા જે તે વિભાગના અધ્યક્ષ તેમની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તેમની આયોજન સભામાં નક્કી કરશે.
વ્યક્તિગત ઇવેન્ટમાં એક સ્પર્ધક વધુને વધુ બે ઇવેન્ટમાં ભાગ લઇ શકશે. તેમજ સામૂહિક ઇવેન્ટમાં પણ ભાગ લઇ શકશે. જ્યારે સામૂહિક ઇવેન્ટમાં ગમે તેટલી ઇવેન્ટમાં ભાગ લઇ શકાશે. દરેક વિભાગમાં એકતા જળવાય તે માટે યુનિવર્સિટી દ્વારા નક્કી થયેલ ઇવેન્ટોની જ સ્પર્ધા દરેક વિભાગે કરવાની રહેશે. વિભાગીય કક્ષાએ ઓછી એન્ટ્રી હોય તો પણ પરફોર્મન્સ કરવા દેવાશે, એમ વધુમાં જણાવાયું છે.