ગુજરાતમાં આગામી શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યાં ધોરણ અને ક્યા પુસ્તકોમાં થશે ફેરફાર

Rudra
By Rudra 2 Min Read

ગાંધીનગર : ગુજરાત રાજ્ય શાળા પાઠ્‌યપુસ્તક મંડળ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી ધો.૧, ૬થી ૮ અને ધો.૧૨ના પાઠ્‌યાપુસ્તકોમાં ફેરફાર કરવાનો ર્નિણય કર્યો છે. જેમાં ધોરણ. ૧માં ગુજરાતી, ધોરણ. ૬માં અંગ્રેજી, ધોરણ. ૭માં સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠીનું નવું પુસ્તક આવશે. જ્યારે ધો.૮માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાનના પુસ્તકો બદલાશે. આ ઉપરાંત, ધો.૧૨માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણો ઉમેરવાનો ગુજરાત રાજ્ય શાળા પાઠ્‌યપુસ્તક મંડળ દ્વારા ર્નિણય કરાયો છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ ફેરફારો નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. આ પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક અને સુદ્રઢ બનાવવાનો છે. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ નવી શિક્ષણ નીતિને અનુરૂપ પાઠ્‌યપુસ્તકોને સતત અપડેટ કરવા માટે પ્રતિબદ્ધ છે, અને આ ફેરફાર તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

જૂન ૨૦૨૫-૨૬થી અમલમાં આવનારા નવા પાઠ્‌યાપુસ્તકોની યાદી

ક્રમ પાઠ્‌યાપુસ્તકનું નામ ધોરણ માધ્મય
૧ અંગ્રેજી (દ્વિતિય ભાષા) ૬ અંગ્રેજી સિવાયના તમામ માધ્યમ
૨ ગુજરાતી (પ્રથમ ભાષા) ૮ ગુજરાતી
૩ ગુજરાતી (પ્રથમ ભાષા) ૧ ગુજરાતી
૪ ગુજરાતી (દ્વિતિય ભાષા) ૧ ગુુજરાતી સિવાયના તમામ માધ્યમ
૫ મરાઠી (પ્રથમ ભાષા) ૭ મરાઠી
૬ ગણિત (દ્વિ ભાષી) ૮ તમામ માધ્યમ
૭ વિજ્ઞાન (દ્વિ ભાષી) ૮ તમામ માધ્યમ
૮ અર્થશાસ્ત્ર (નવુ પ્રકરણ – પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ ૧૨ તમામ માધ્યમ
૯ અનિવાર્ય સંસ્કૃતમ -૧ ૭ સંસ્કૃત
૧૦ અનિવાર્ય સંસ્કૃતમ -૨ ૭ સંસ્કૃત
૧૧ ગણિત ૭ સંસ્કૃત
૧૨ વિજ્ઞાન ૭ સંસ્કૃત
૧૩ સામાજિક વિજ્ઞાન ૭ સંસ્કૃત
૧૪ સર્વાંગી શિક્ષણ ૭ સંસ્કૃત

Share This Article