અમદાવાદ : ગુજરાત પોલો ક્લબ દ્વારા આગામી 2 થી 4 જાન્યુઆરી 2026 દરમિયાન, શેલાના ગુજરાત પોલો ક્લબ ગ્રાઉન્ડ ખાતે ‘અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’નું આયોજન કરવામાંઆવ્યું છે. આ સ્પર્ધા, રાજ્યમાં પોલોની રમતને ફરીથી જીવંત બનાવવા અને પ્રચલિત કરવાનો તેમજ ટુર્નામેન્ટને પશ્ચિમ ભારતના એન્યુઅલ સ્પૉર્ટિંગ ઇવેન્ટ (વાર્ષિક રમતગમત કાર્યક્રમ) તરીકે સ્થાન અપાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.
રમતગમત, સંસ્કૃતિ અને વારસાની ઉજવણી તરીકે રચાયેલ આ ઇવેન્ટ માત્ર મેચો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનાથી આગળ વધીને એક સંપૂર્ણ અનુભવ પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે. તેમાં હેરિટેજ ઇન્સ્ટોલેશન, અશ્વ પ્રદર્શનો, પરિવાર માટે અનુકૂળ દર્શક ઝોન અને યુવા ઉત્સાહીઓ માટે જોડાણની વિવિધ તકો સામેલ રહેશે. 2 અને 3 જાન્યુઆરીએ દરરોજ ત્રણ મેચ રમાશે, જ્યારે અંતિમ દિવસે એટલે કે 4 જાન્યુઆરીએ બે મેચ યોજાશે.
આ પ્રીમિયર સ્પર્ધામાં પુરુષોની છ અને મહિલાઓની બે ટીમો ભાગ લેશે. પુરુષોની ટીમોમાં અદાણી આર્ચર્સ, જિંદાલ પેન્થર્સ, કેપી કિંગ્સ, મેફેર પોલો, એરોન અવતાર્સ અને બુરાકિયા બેરન્સનો સમાવેશ થાય છે, જ્યારે મહિલાઓની ટીમો તરીકે એપોલો એવિયેટર્સ અને લાયન્સ ડેન લિજેન્ડ્સ મેદાનમાં ઉતરશે. આ તમામ ટીમોનું અનાવરણ સોમવારે અમદાવાદમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું.
ગુજરાત પોલો ક્લબના પ્રમોટર અર્પણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ પોલો દેશમાં શાહી વારસો ધરાવે છે અને ગુજરાત તેનો જાતે અનુભવ કરવાની અનુકૂળતા ધરાવે છે. ‘અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’નો ઉદ્દેશ્ય ભારતના પોલો સાથેના ઊંડા જોડાણને ફરીથી જીવંત બનાવવા અને તેના ભવિષ્યને આકાર આપવાનો છે. અમારો ઉદ્દેશ્ય, માત્ર એક ટુર્નામેન્ટ જ નહીં, પરંતુ આ પ્રદેશ માટે લાંબાગાળાનો સાંસ્કૃતિક અને સ્પૉર્ટિંગ માઇલસ્ટોન્સ સ્થાપિત કરવાનો છે.”
ગુજરાત પોલો ક્લબના પ્રમોટર સંજય પલાડિયાએ જણાવ્યું હતું કે, “પોલો એક પરંપરા છે, જેને ફક્ત યાદ રાખવાની જ નહીં, પરંતુ જીવંત રાખવાની પણ જરૂરત છે. આ ટુર્નામેન્ટના આયોજન પાછળનું વ્યાપક વિઝન, ગુજરાત અને પશ્ચિમ ભારતમાં પોલોને રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ અપાવવાનું છે. અમદાવાદની રમતગમત સંસ્કૃતિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સતત વધતો જતો ઘોડેસવાર સમુદાય, એ ખરેખર આ શહેરને, આ ટુર્નામેન્ટના આયોજન માટે એક નેચરલ હોમ બનાવે છે. અમે આધુનિક, વિશ્વ-સ્તરીય અનુભવ બનાવતી વખતે પોલોના વારસાને ફરીથી જીવિત અને પ્રચલિત કરવા માંગીએ છીએ.”
ગોહિલવાડ પોલો ક્લબના સ્થાપક અને ગુજરાતના એકમાત્ર વ્યાવસાયિક પોલો ખેલાડી જયવીરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં 30થી વધુ પોલો ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “આમાંથી 25 ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. ત્રણેય દિવસ દર્શકોને અત્યંત સ્પર્ધાત્મક અને રોમાંચક મેચો જોવા મળશે. અમને વિશ્વાસ છે કે આ ટુર્નામેન્ટ ગુજરાત અને ભારતભરમાં પોલોને એક વ્યાવસાયિક રમત તરીકે લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.”
આ ટુર્નામેન્ટમાં ભાગ લેતા જાણીતા પોલો ખેલાડીઓમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ધ્રુવ પાલ ગોદર્ડ, સિદ્ધાંત શર્મા, સિમરન શેર્ગિલ, સૈયદ શમશીર અલી, વિવાન મહેતા, સૈયદ હુર અલી, અંગદ કલાન અને નિમિત મહેતા સહિત અન્ય ખેલાડીઓનો સમાવેશ થાય છે.
અમદાવાદ પોલો ટુર્નામેન્ટની શરૂઆત 2 જાન્યુઆરીએ એક શાનદાર ઔપચારિક પરેડ સાથે થશે. તેમાં ઘોડા પર સવાર તમામ પોલો ટીમો, સ્પોન્સર અને ટીમના પ્રકાશિત ધ્વજ લઈને ભાગ લેશે, જે ત્રણ દિવસની ઇવેન્ટ માટેનો માહોલ તૈયાર કરશે. ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં 80 ડાન્સરોના ગ્રુપ દ્વારા સુંદર પર્ફોર્મન્સ આપવામાં આવશે અને તેની સાથે જ આંતરરાષ્ટ્રીય રિયાલિટી શો ‘અમેરિકા’ઝ ગોટ ટેલેન્ટ’માં હાજર રહેલા વોરિયર સ્ક્વોડ દ્વારા પણ મનોરંજક પ્રદર્શન રજૂ કરવામાં આવશે. અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર દ્વારા ટુર્નામેન્ટની ટ્રોફી લોંચ કરવામાં આવશે.
ત્રણેય દિવસ દરમિયાન મનોરંજન સતત ચાલુ રહેશે. બીજા દિવસે, બોલીવુડ ડાન્સ પર્ફોર્મન્સ અને પ્રખ્યાત એક્રોબેટિક ડાન્સ ક્રૂ ‘વી અનબીટેબલ’ દ્વારા ગ્રેવિટી(ગુરુત્વાકર્ષણ)ને પડકારતા જોરદાર સ્ટન્ટ્સ રજૂ કરવામાં આવશે. ત્રીજા દિવસે પણ મનોરંજનથી ભરપૂર ડાન્સ પર્ફોર્મન્સ રજૂ થશે અને ત્યારબાદ મલ્લખંભા પ્રદર્શન થશે. તેના પછી અંતમાં ‘ડ્રોન એક્ટ’ સાથે એક રંગબેરંગી ફિનાલે યોજાશે. ત્રણેય દિવસ મેચો દરમિયાન મ્યુઝિકલ પર્ફોર્મન્સનું આયોજન થશે. અહીં શાનદાર આતિશબાજી થશે, જે ઇવેન્ટની ઉજવણીનું ઉત્સાહવર્ધન કરશે.
સમાપન સમારોહમાં શાનદાર આતશબાજી, લેસર ડિસ્પ્લે અને લાઇટ કોરિયોગ્રાફી થશે અને ત્યારપછી એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાશે. પોલોની રમતની પ્રતિષ્ઠા અને પરંપરાને પ્રતિબિંબિત કરતા, ખાસ ડિઝાઇન કરેલા સ્ટેજ પર વિજેતાઓ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓનું સન્માન કરવામાં આવશે.
આ વર્ષે અદાણી ગ્રુપ ના સહયોગ થી આયોજિત આ’ અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’નો ઉદ્દેશ્ય, ગુજરાતમાં ‘ધ કિંગ ઓફ ગેમ્સ’ને પુનર્જીવિત કરવાનો તેમજ વારસા, સંસ્કૃતિ અને રમતગમતને એકસાથે સાંકળતી વાર્ષિક રમતગમત પરંપરા સ્થાપિત કરવાનો છે.
ડો. મયુર જોષીએ આભાર દર્શન કર્યું હતું. ઉદગમ શબ્દ સુરોત્સવમાં પારૂલબેન મેહતા ખુબ જ સરસ મંચ સંચાલન કર્યું હતું અને તેઓએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અથાગ સહયોગ આપ્યો હતો. ઉદગમ પરિવારના વૈજંતી ગુપ્તે, પરમજીત કૌર છાબડા, ચાણક્ય જોષી, મનોજ જોષી, દિપાંશ છાબડા, કિરાત જોષી, જીયા, વિધિ, પૃવાંગસિંહ, જયેશ, બીરેન હંસરાજ, વગેરે એ ખુબ સહયોગ આપ્યો હતો.
