સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ બાળકીઓ-યુવતીઓના સ્વ-રક્ષણની વિશેષ તાલીમ વ્યવસ્થા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ગુજરાત પોલીસ દ્વારા

સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ બાળકીઓ-યુવતીઓના સ્વ-રક્ષણની વિશેષ તાલીમ વ્યવસ્થા :
મદદ માટે ૧૧૦૦ ફ્રેન્ડસ ફોર વુમન એન્ડ ચિલ્ડ્રનની નિમણૂક

.. .. .. .. .. .. ..

તમામ જિલ્લા / શહેરમાં મહિલા સુરક્ષા માટેની ‘૧૮૧ અભયમ્’ હેલ્પલાઇન કાર્યરત

.. .. .. .. .. .. ..

 

ગુજરાત પોલીસના ઉપક્રમે સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ રાજ્યની બાળકીઓ અને યુવતીઓને પોતાના સ્વ-રક્ષણ માટે રાયફલ, શુટીંગ, આર્ચરી જેવી વિશેષ તાલીમ આપીને વધુ સક્ષમ બનાવાઇ છે. તમામ શહેર અને જિલ્લામાં મહિલાઓની સામાજિક, આર્થિક અને શારીરિક સુરક્ષા માટે ૧૮૧ અભયમ્ ૨૪x૭ મહિલા હેલ્પલાઇન વિનામૂલ્યે શરૂ કરવામાં આવી છે. જેમાં કોઇપણ હિંસાનો ભાગ બનેલી મહિલા ફોન કરીને ત્વરીત સહાય મેળવી શકે છે. આ ઉપરાંત બાળકો અને મહિલાઓના કેસની તપાસમાં મદદરૂપ થવા રાજ્યમાં હાલ ૧૧૦૦ જેટલા ફ્રેન્ડસ ફોર વુમન એન્ડ ચિલ્ડ્રન (F.F.W.C.) સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, તેમ સી.આઇ.ડી.ક્રાઇમ મહિલા સેલના અધિક પોલીસ મહાનિર્દેશક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર રાજ્ય સરકારે બાળકીઓ અને મહિલાઓને વધુ સુરક્ષા મળે, જાગૃતિ આવે અને કાયદાઓનું માર્ગદર્શન મળી રહે તે હેતુથી અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે. જેમાં જે તે જિલ્લા પોલીસ સાથે સંપર્કમાં રહીને મહિલાઓ સંબંધી સમસ્યાઓના ઝડપી નિવારણ માટે સ્પેશિીયલ મહિલા પોલીસ વોલેન્ટેરીયસની રચના કરવામાં આવનાર છે. જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય તથા સુરત ગ્રામ્ય એમ બે જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. રાજયમાં શહેર-જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ મહિલા સુરક્ષા સમિતિની રચના કરવમાં આવી છે.

કેન્દ્ર સરકારની ઇન્વેસ્ટીગેટીવ યુનિટ ફોર ક્રાઇમ અગેઇન્સ્ટ વુમન યોજના હેઠળ રાજ્યના ૨૬ જિલ્લઓમાં આ યુનિટ માટે નવી કુલ ૧૮૨ જગ્યાઓ ભરવાની મંજૂરી મળી હોઇ હાલમાં મહિલા પોલીસ સ્ટેશનમાં આ જગ્યાઓ ભરવાની કાર્યવાહી પ્રગતિમાં છે. જ્યાં સુધી આ જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી એટલે કે પ્રાથમિક ધોરણે ઇન્વેસ્ટીગેટીવ યુનિટ ફોર ક્રાઇમ અગેઇન્સ્ટ વુમનની રચના કરી પ્રવર્તમાન વિવિધ મહિલા પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટીગેટીવ યુનિટ ફોર ક્રાઇમ અગેઇન્સ્ટ વુમન કાર્યરત છે. દરેક શહેર-જિલ્લામાં પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર કાર્યરત છે. જેમાં પીડિત મહિલાનું તથા સામે પક્ષના સભ્યોનું કાઉન્સેલીંગ કરી સમાધાન કરાવવાની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત વિશેષ સુરક્ષાના ભાગરૂપે કાર્યસ્થળે માહિલાઓની જાતીય સતામણી રોકવા બાબતે નવો કાયદો ધી સેક્સયુઅલ હેરાસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ એકટ-૨૦૧૩ અમલમાં છે. જે અંતર્ગત મહિલાના કાર્યસ્થળે થતી જાતીય સતામણી રોકવા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના તેમના કામકાજના સ્થળે જ કરવામાં આવી છે, તેમ પણ યાદીમાં વધુમાં જણાવામાં આવ્યું છે.

Share This Article