મીડિયા વેલ્ફેર ટ્રસ્ટ અને સન મીડિયા સર્વિસિસના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના શ્રેષ્ઠ પત્રકારોને સન્માનિત કરવામાં આવનાર છે. દર બે વર્ષે આયોજિત થતાં આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના પત્રકારોની કામગીરીને અલગ અલગ કેટેગરી પ્રમાણે પ્રોત્સાહિત કરાય છે. ખૂબ મોટી સંખ્યામાં પત્રકારો એ આ એવોર્ડ સમારંભ માટે પોતાની સ્ટોરી મોકલી હતી. નિર્ણાયકોની પેનલ દ્વારા અલગ અલગ વિષય માં 25 શ્રેષ્ઠ પત્રકારોની પસંદગી કરવામાં આવી છે. પ્રિન્ટ, ટેલિવિઝન, રેડિયો, ડિજિટલ સહિતના પત્રકારોને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરાશે. આ એવોર્ડ સમારંભ માં નિર્ણાયક તરીકે ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરી , ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા ડો. સોનલ પંડયા, NIMCJ ના ડાયરેક્ટર ડો. શિરીષ કાશિકરે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો હતો. ગુજરાત મીડિયા એવોર્ડસનું આયોજન અંકિત હિંગુ અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવનાર છે. આ એવોર્ડ સમારંભમાં ગુજરાતના મીડિયકર્મીઓ , પત્રકારત્વના વિધ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહેશે.
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ભીષણ અકસ્માત, ઈકો કારના ભુક્કા બોલી ગયા, 4 લોકોના મોત
અમદાવાદ ઇન્દોર હાઇવે પર રાત્રે ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદથી ઓધવડ જતી વખતે હાઇવે પર...
Read more