ગુજરાત હાઈકોર્ટ : નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો તો ચૂકવવું પડશે વળતર, વીમા કંપની જવાબદાર નહીં

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદ : રાજ્યમાં નશાની હાલતમાં થતા અકસ્માતના કેસોમાં ગુજરાત હાઇકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. નશાની હાલતમાં અકસ્માતમાં વળતર ચૂકવવા મામલે વાહન ચાલક જવાબદાર હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું. ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું માત્ર વીમા કંપની પર વળતરની જવાબદારી નહીં. હાઇકોર્ટે કહ્યું હતું કે વીમા કંપની ઈચ્છે તો વાહનચાલક પાસે વળતર વસૂલી શકે છે. બનાસકાંઠામાં 2016માં થયેલા અકસ્માતના કિસ્સામાં હાઇકોર્ટે મહત્વનું અવલોકન કર્યું હતું. ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવાને કારણે 30 MG સુધીની ઓન મંજૂરી માન્ય ન હોવાની અરજદારના વકીલે રજૂઆત કરી હતી.

આ કેસમાં રોંગ સાઇડથી બેદરકારી પૂર્વક આવી બોલેરો કાર ચાલકે અકસ્માત સર્જ્‌યો હતો જેમાં અન્ય કાર ચાલકને ગંભીર ઇજા થઈ હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે માત્ર અકસ્માત કરનાર કારની ઇન્શ્યોરન્સ કંપની જ વળતર ચૂકવવા માટે જવાબદાર નથી. ટ્રીબ્યુનલે ચુકાદામાં કહ્યું હતું કે, કાર ચલાવતી વખતે ડ્રાઈવર નશામાં હોવાનું સાબિત થતુ નથી. વિમા કંપનીએ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. એફઆઈઆર, ચાર્જશીટ, ફોરેન્સિક, રીપોર્ટના આધારે અકસ્માત વખતે ડ્રાઈવર નશામા હોવાનું પુરવાર થયુ હતું.

Share This Article