અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સાથે સાથે ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને મોડી રાત્રે અને વહેલી પરોઢે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોના કારણે લોકો હવે ગરમ વસ્ત્રોમાં નજરે પણ પડવા લાગી ગયા છે. વહેલી સવારે કામ કરતા કર્મચારીઓને ગરમ વસ્ત્રોમાં જાઈ શકાય છે. તાપમાનમાં હજુ વધુ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. અલબત્ત હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં મોટાભાગે કોઈ ફેરફાર થશે નહીં પરંતુ ધીમી ગતિએ હવે ઠંડીની એન્ટ્રી થઈ ચુકી છે અને આ ઠંડીમાં વધારો થઈ શકે છે. જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમ વર્ષા થઈ રહી છે. આ ઉપરાંત ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષાની અસર પણ જાવા મળી રહી છે.
આજે ગુજરાતના જુદા જુદા ભાગોમાં પારો ઘણી જગ્યાએ ૧૬ની આસપાસ રહ્યો હતો. જાકે હજુ આ તાપમાન વધુ ઘટી શકે છે. અમદાવાદ શહેરમાં આજે લઘુત્તમ તાપમાન ૧૭.૩ ડિગ્રી રહ્યું હતું જ્યારે મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી નોંધાયું હતું. પાટનગર ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી રહ્યું હતું. રાજ્યમાં સૌથી વધારે ઠંડીનો અનુભવ આજે ડીસામાં થયો હતો. જ્યાં પારો ૧૬ ડિગ્રી રહ્યો હતો. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ વચ્ચે આગામી દિવસોમાં બાળકો અને મોટી વયના લોકોને વધારે સાવચેત રહેવાની સલાહ પણ તબીબો આપી રહ્યા છે. ઉત્તર-પૂર્વીય પવનો નીચલી સપાટી પર ફુકાઈ રહ્યા છે. ઠંડીના દિવસોમાં ફિટનેસ પ્રત્યે પણ લોકો વધારે જાગૃત બન્યા છે અને સવારમાં બાગ બગીચાઓમાં હાઉસફુલની સ્થિતિ જાવા મળી રહી છે. ગરમ વસ્ત્રો બજારમાં પણ તેજી આવી ગઈ છે. સવારમાં સ્કુલે જતા નાના બાળકોને ગરમ વસ્ત્રોમાં સ્પષ્ટપણે જાઈ શકાય છે.
વાલીઓ પણ વધારે કાળજી લેવા લાગી ગયા છે. બપોરમાં ગરમી અને મોડી રાત્રે ઠંડીના પરિણામ સ્વરૂપે વાયરલ ઈન્ફેકશનના રોગ પણ વધી ગયા છે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ઘણા પગલા લેવાઈ રહ્યા હોવા છતાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થઈ રહ્યો છે. નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. સમયસર લાઈફ સ્ટાઈલ કરી દેવા માટેની સલાહ તીબો દ્વારા અપાઈ રહી છે. ગરમ ચીજાનો ઉપયોગ કરવા અને બહારની ચીજા નહીં ખાવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. ફિટનેસ પ્રત્યે જાગૃત લોકો માટે આ ખૂબ આદર્શ સમય છે.