૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. સ્વતંત્રતા પછી ઇ.સ. ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી. ૧૯૫૬માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી.
ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનો અને મહાગુજરાત આંદોલન થકી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ, ૧૯૬૦ પ્રમાણે ગુજરાત રાજ્યની સ્થાપના થઇ અને પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી.
ગુજરાત સરકારે આ દિવસને “ગુજરાત ગૌરવ દિવસ” તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે.
જયારે મહારાષ્ટ્રમાં આ દિવસ “મહારાષ્ટ્ર દિન” તરીકે ઉજવાય છે. મહારાષ્ટ્રમાં આ દિવસ કામગાર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે મહારાષ્ટ્રના લગભગ બધા જીલ્લાના વ્યાપારીઓ અને કામદારો રજા પાળે છે.
૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી. ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે.
ગુજરાત ગૌરવ દિવસ નિમિતે એક મહાન વિભૂતિને યાદ ન કરીએ તે કેવી રીતે ચાલે?
છેલ્લાં ૫૮ વર્ષમાં ગુજરાતના ઇતિહાસમાં માત્ર એક જ અપક્ષ સંસદ જીત્યા છે અને તે છે ગુજરાતના ઘડવૈયા તથા ઈ.સ. ૧૯૫૬માં ગુજરાતમાં થયેલા મહા ગુજરાત આંદોલનના સૂત્રધાર ઇન્દુલાલ યાજ્ઞિક એટલે કે ઇન્દુચાચા. તેમની ગુજરાત નિર્માણમાં ભૂમિકા વિશે તો લોકો વાકેફ છે, પરંતુ તેઓ વકીલ, પત્રકાર અને નવલકથાકાર પણ હતા તે જાણી લેવું પણ એટલું જ અગત્યનું છે. ઈ.સ. ૨૦૧૫માં અમદાવાદમાં સાબરમતીથી કલોલ જતા હાઇવે અને મોટેરા સ્ટેડીયમ જતા રસ્તાના ક્રોસિંગ પર ઇન્દુચાચાની નવ ફૂટની કાંસ્ય પ્રતિમા સાથેના સ્મારકના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. એક ગુજરાતી તરીકે આ સ્થળની અચૂક મુલાકાત લેવી જ જોઈએ.
ગુજરાત દિન નિમિતે ગુજરાત વિષે કેટલીક જાણવા જેવી વાતો.
ગુજરાતમાં આવેલ વિષ્ણુ મંદિરો
- ડાકોર
- દ્વારકા
ગુજરાતમાં આવેલ શિવાલયો:
- અંધેશ્વર મહાદેવ (અમલસાડ)
- અમ્બેશ્વર મહાદેવ
- ઇએમઇ મંદિર
- ઉત્કંઠેશ્વર
- કપિલેશ્વર મહાદેવ, વાવ
- કમલેશ્વર મહાદેવ
- કર્ણમુક્તેશ્વર મહાદેવ, અમદાવાદ
- કલેશ્વરી સ્મારક સમુહ
- કાશી વિશ્વનાથ મંદિર, વડોદરા
- કુબેર ભંડારી
- કેદારકુંડ
- કેદારેશ્વર મંદિર બારડોલી
- કોટેશ્વર (તા. લખપત)
- ખીમેશ્વર મહાદેવ મંદિર (કુછડી)
- ગંગેશ્વર મહાદેવ, ઝાંઝરી
- ગળતેશ્વર મંદિર
- ગોપ ડુંગર (ગોપનાથ મહાદેવ)
- ગોપનાથ (તા. તળાજા)
- ગોરઠીયા મહાદેવ મંદિર
- ગૌતમકુંડ
- ગૌતમેશ્વર મહાદેવ મંદિર (સિહોર)
- ઘેલા સોમનાથ
- ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર
- ટપકેશ્વર (તા. ઉના)
- તખ્તેશ્વર મહાદેવ
- તરણેતર
- દ્રોણેશ્વર મહાદેવ, ગીર
- ધારેશ્વર મહાદેવ, ખેડાવાડા
- નાગેશ્વર
- પાતાળેશ્વર મહાદેવ, પાલનપુર
- ભાવભાવેશ્વર મહાદેવ, બરુમાળ
- ભીડભંજન મહાદેવ મંદિર (જેતપુર)
- ભીમનાથ (તા. બરવાળા)
- માળનાથ (મંદિર)
- રફાળેશ્વર
- રામનાથ મહાદેવ, ગિરનાર
- રીંછડીયા મહાદેવ, અંબાજી
- વેણીનાથ મહાદેવ, કોસાડ
- શ્રી નિષ્કલંક મહાદેવ કોળિયાક
- સપ્તેશ્વર મહાદેવ, અરસોડીયા
- સોમનાથ
- સોમનાથ મંદિર (બીલીમોરા)
- સ્તંભેશ્વર મહાદેવ
- સ્તેનેશ્વર મહાદેવ, તેના
- હાટકેશ્વર
પર્યટન સ્થળો:
- દીવ
- તુલસીશ્યામ
- દમણ
- સાપુતારા
રાષ્ટ્રિય ઉદ્યાનો:
- ગીર રાષ્ટ્રિય ઉદ્યાન,જુનાગઢ
- વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી
- કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
- દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જામનગર
અભયારણ્યો:
- નળ સરોવર પક્ષી અભયારણ્ય, અમદાવાદ
- બરડા વન્યજીવ અભયારણ્ય, પોરબંદર
- ગીર અભયારણ્ય, જુનાગઢ
- જેસોર રીંછ અભયારણ્ય, બનાસકાંઠા
- વેળાવદર કાળિયાર અભયારણ્ય, ભાવનગર
- ઈંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, ગાંધીનગર
- થોળ પક્ષી અભયારણ્ય, મહેસાણા
- જાંબુઘોડા અભયારણ્ય, પંચમહાલ
- રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય, દાહોદ
- પાણીયા અભયારણ્ય, અમરેલી
- હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, રાજકોટ
- ગાગા અભયારણ્ય, જામનગર
- ખીજડીયા અભયારણ્ય, જામનગર
- નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય, કચ્છ
- કચ્છ ઘોરાડ અભયારણ્ય, કચ્છ
- મિતિયાળા વન્ય પ્રાણી અભયારણ્ય, અમરેલી
પુરાતત્વીક સ્થળો:
- લોથલ
- હાથબ
- ધોળાવીરા
- ઘુમલી
સૌથી મોટું:
- જિલ્લો (વિસ્તાર): કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો. કિમી
- જિલ્લો (વસતી): અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮
- પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર
- મહેલઃ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
- ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ
- ડેરી: અમૂલ ડેરી, આણંદ
- અમુલ ડેરી, આણંદ
- મોટી નદી: નર્મદા, ૯૮૯૪ ચો.કિ.મી.
- લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિ.મી.
- યુનિવર્સીટી: ગુજરાત યુનિવર્સિટી
- સિંચાઇ યૉજના: સરદાર સરોવર બંધ
- સરદાર સરોવર ડેમ
- બંદર: કંડલા બંદર
- હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
- શહેરઃ અમદાવાદ
- રેલવે સ્ટેશન: અમદાવાદ
- સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો.કિમી)
- સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
- પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
- દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ
- ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય), ગિરનાર, ઊચાઇ ૧,૧૭૨ મીટર
- વધુ મંદિરો વાળુ શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો
- મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન
- મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ., ચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જિલ્લો
- ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા, મહેસાણા જિલ્લો
પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે