ગુજરાતના મુખ્યમંત્રીએ ઓમેગા એલિવેટર્સને ‘બિલ્ડર ઓફ ધ નેશન’ એવોર્ડથી સન્માનિત કર્યા

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદમાં યોજાયેલા ‘બિલ્ડર ઓફ ધ નેશન કૉન્ક્લેવ 2025’ દરમ્યાન ભારતની અગ્રગણ્ય વર્ટિકલ ટ્રાન્સપોર્ટેશન કંપની ઓમેગા એલિવેટર્સને પ્રતિષ્ઠિત ‘બિલ્ડર ઓફ ધ નેશન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને ઓમેગા એલિવેટર્સના મેનેજિંગ ડિરેક્ટર કુમારપાલ દેસાઈને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કુમારપાલ દેસાઈએ કહ્યું, “આ એવોર્ડ ફક્ત એક વ્યક્તિગત સન્માન નથી, પરંતુ ઓમેગા એલિવેટર્સની છેલ્લા ચાર દાયકાથી વધુની યાત્રાનું સન્માન છે, જે નવીનતા, સુરક્ષા અને ઉત્કૃષ્ટતા માટેની અમારી પ્રતિબદ્ધતાથી ભરપૂર છે. હું આ એવોર્ડ અમારા કાર્યકર્તાઓ, ક્લાઈન્ટ્સ અને ભાગીદારોને સમર્પિત કરું છું જેમણે ભારતને સુરક્ષિત અને સ્માર્ટ રીતે પ્રગતિ તરફ લઈ જવા માટે અમારા પાર વિશ્વાસ કર્યો છે.”

1985માં સ્થાપિત થયેલી ઓમેગા એલિવેટર્સ આજે વૈશ્વિક સ્તરે લિફ્ટ અને એસ્કેલેટરનું ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન કરતી અગ્રણી મલ્ટી નેશનલ કંપની બની ગઈ છે. કંપનીની ઓળખ એ છે કે તે આધુનિક સુરક્ષા તકનિકીઓથી સજ્જ ઉત્પાદનો તૈયાર કરે છે અને વિશ્વસ્તરીય મેન્ટેનેન્સની સેવાઓ પણ આપે છે. ભારત તેમજ વિદેશમાં પણ ઓમેગા એલિવેટર્સનું મજબૂત નેટવર્ક જોવા મળે છે – જે તેની ગુણવત્તા, ટેક્નોલોજીકલ લીડરશિપ અને વિશ્વાસને દર્શાવે છે.

ઓમેગા એલિવેટર્સે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જેમાં ખાસ કરીને આમદાવાદ મેટ્રો અને ગાંધીનગર કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સમાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. આ પ્રયાસો દ્વારા ‘ટ્રી-સિટી ગ્રોથ કેપિટલ’ના વિઝનને સાકાર કરવામાં કંપનીની મહત્વ ની ભૂમિકા રહી છે.

એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી ગોલ્ડ મેડલ સાથે ઇન્જિનિયરિંગ કરેલા અને આઈઆઈટી મુંબઈમાં થી માસ્ટર ઓફ ટેક્નોલોજી ની ડિગ્રી ધરાવતા કુમારપાલ દેસાઈ પાસે દેશના વિકાસ માટે એક દૃઢ દ્રષ્ટિકોણ છે. ઈલેક્ટ્રિકલ એન્જિનિયર ની તાલીમ મેળવેલા કુમારપાળ દેસાઈએ ગુજરાતમાં લિફ્ટ ઇન્ડસ્ટ્રીમાં એસી વેરીએબલ સ્પીડ ટેક્નોલોજીને સૌથી પહેલા રજૂ કરી – જે ઇન્ડસ્ટ્રીમાં અનુકરણીય સાબિત થઇ. તેમના નેતૃત્વ હેઠળ ઓમેગા એલિવેટર્સે “મેક ઇન ઇન્ડિયા” અભિયાનને અનુરૂપ નવોત્થાન અને ગ્રાહકપ્રથમ અભિગમ અપનાવી સતત પ્રગતિ કરી છે.

Share This Article