વર્લ્ડ ટુરિઝમ દિવસ નિમ્મીતે IHM અમદાવાદ દ્વારા ઈન્ડિયા ટુરીઝમ મુંબઈ અને IHM રાયપુરના સહયોગથી GOI ના “એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન”ના બેનર હેઠળ ગુજરાત છત્તીસગઢ ફૂડ ફેસ્ટિવલ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ જેમાં રાજ્ય સરકારના નામાંકિત અધિકારીઓ, શિક્ષણવિદો, ખાસ કરીને વિવિધ મહાનુભાવોએ પણ હાજરી આપી હતી એમાં ડૉ. લવિના સિન્હા, IPS, DCP, સાયબર ક્રાઈમ, ગુજરાત પોલીસે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને અમદાવાદ અને રાયપુર બંને IHM ના વિદ્યાર્થીઓના સાથે સાથે શાળાઓ, હોટેલીયર્સ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો અને મીડિયા મિત્રોને સંબોધિત કર્યા હતા.
આ એક્સ્ટ્રાવાગેન્ઝા કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને ઇવેન્ટની વિશેષતા છત્તીસગરી વાનગીઓની શાનદાર શ્રેણી હતી જેમાં ટીમ IHM રાયપુર દ્વારા યયા શરબત, આમત, બોઇર ગુડા, ફારા, ચિરપોટી ચટની (કીડીની ચટની), મહુવા પુલાવ, કુલી દાળ, અંગાકાર રોટી, પારસા પાન, પેજ, કરીલ અને મખાના બરફી જેવા વ્યંજનો તૈયાર કરવામાં આવી હતી. જ્યારે IHM અમદાવાદની ટીમે ગુજરાતી વાનગીઓ – ખમણ, પત્રા, ખીચડી, કઢી, થેપલા, ભાકરી, સેવ તમેટા, લસણૈયા બટાકી, સંભારો, ચાસ અને બાસુંદીનું વિતરણ કર્યું હતું.
વિશ્વ પ્રવાસન દિવસ, 27મી સપ્ટેમ્બર 2024ના રોજ આ સ્પેશ્યિલ ઇવેન્ટ ગુજરાત-છત્તીસગઢના ફૂડ ફેસ્ટિવલની કલ્પના બંને રાજ્યોના લોકો વચ્ચે ભાષા શિક્ષણ, સંસ્કૃતિ, પરંપરાઓ અને સંગીત, પ્રવાસન અને ભોજન, રમતગમત અને શેરિંગના ક્ષેત્રોમાં પરસ્પર સમજણ વધારવા અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી.