ગાંધીનગર : ગુજરાતમાં આજે ભૂપેન્દ્ર પટેલ કેબિનેટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. નવા મંત્રી પદે કોણ શપથ લેશે અને કોનું પત્તું કપવાશે તેનું સસ્પેન્સ લગભગ સામે આવી ગયું છે. નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ આજે સવારે લગભગ 11:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા મંત્રીઓના નામ ફાઇનલ કરીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને યાદી પણ સોંપી દીધી છે. તેમજ રાજ્યપાલ પાસેથી મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા અનુમતિ માગી છે.
કોને-કોને ફોન કરીને જાણ કરાઈ?
સૌરાષ્ટ્રમાંથી કોણ-કોણ?
(1) કુંવરજી બાવળીયા – જસદણ (રાજકો) કોળી પટેલ
(2) પરસોતમભાઈ સોલંકી -ભાવનગર ગ્રામ્ય – કોળી પટેલ
(3) જીતુ વાઘાણી – ભાવનગર શહેર -પાટીદાર
(4) રીવાબા જાડેજા – જામનગર શહેર – ક્ષત્રિય
(5) કાંતિ અમૃતિયા -મોરબી – લેઉઆ પાટીદાર
(6) ત્રિકમ છાંગા – અંજાર (કચ્છ) OBC
(7) અર્જુન મોઢવાડિયા – પોરબંદર – OBC
(8) પ્રદ્યુમન વાંઝા – કોડિનર – SC
(9) કૌશિક વેકરિયા – અમરેલી – લેઉઆ બેઠક
ઉત્તર ગુજરાતમાંથી કોણ બનશે મંત્રી?
(1) ઋષિકેશ પટેલ – વિસનગર (મહેસાણા) કડવા પટેલ
(2) પી.સી.બરંડા – ભીલોડા (અરવલ્લી) ST
(3) પ્રવિણ માળી – ડિસા (બનાસકાંઠા) OBC
(4) સ્વરૂપજી ઠાકોર – વાવ – ક્ષત્રિય ઠાકોર
દક્ષિણ ગુજરાતમાં કુલ 6 નામ આવ્યા સામે
(1) પ્રફુલ્લ પાનસેરિયા- સુરત શહેર- લેઉઆ પાટીદાર)
(2) કનુભાઈને દેસાઇ – પારડી (વલસાડ) – અનાવીલ બ્રાહ્મણ
(3) હર્ષભાઈ સંઘવી – સુરત શહેર -જનરલ
(4) નરેશ પટલ -ગણદેવી – ST
(5) જયરામ ગામિત – નિઝર (તાપી) ST
(6) ઈશ્વર પટેલ -હાંસોલ (ભરૂચ) OBC
મધ્ય ગુજરાતમાંથી 6 મંત્રી
(1) મનીષા વકીલ – વડોદરા શહેર – SC
(2) રમેશ કટારા – દાહોદ – ST
(3) કમલેશ પટેલ – પેટલાદ (આણંદ) પાટીદાર
(4) દર્શનાબહેન વાઘેલા – અસારવા (અમદાવાદ શહેર) SC
(5) સંજયસિંહ મહિડા – મહુધા (ખેડા જિલ્લો) OBC
(6) રમણ સોલંકી – બોરસદ (આણંદ) OBC