ગુરુવારે (૧૯ જૂન) શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ચૂંટણી પંચે આજે મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી. વિસાવદરમાં આમ આદમી પાર્ટી જ્યારે કડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે.
કડી વિધાનસભા બેઠકના પરિણામ આવી ગયા છે. અહીં મત ગણતરી પૂર્ણ થઈ જતાં આખરી આંકડા સામે આવ્યા છે જેમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો ૩૮,૯૦૪ મતે વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને ૫૯,૯૩૨ મત મળ્યા છે અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને ૩,૦૭૭ મત મળ્યાના અહેવાલ છે. આ ઉપરાંત ૧,૬૯૨ મત પડ્યા છે. આ માહિતી ચૂંટણી પંચે આપી હતી. જ્યારે વિસાવદરમાં ૨૦મા રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીની લીડ ૧૬૫૯૪ થઈ ચૂકી છે. અહીંથી ગોપાલ ઈટાલિયા જીત નક્કી છે.
જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં AAPનાં ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે. વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા ૧૭,૫૮૧ મતથી જીત્યા છે. તેમને કુલ ૭૫,૯૦૬ મત મળ્યા છે. જ્યારે, ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને ૫૮,૩૨૫ મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવારને વિસાવદરમાં ૫,૪૯૧ મત જ મળ્યા છે. ચૂંટણી વિજય બાદ ગોપાલ ઇટાલિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે અધિકારીઓને ચેતવણી આપી છે! વડાલી ખાતે યોજાયેલ સભામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, અધિકારીઓ સુધરી જજો… જેમણે પણ કિરીટ પટેલની ગુલામી કરી છે તે પ્રજાની માફી માગે.
મતગણતરી બાદ જીતેલા ઉમેદવાર આપ ના ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું કે, જેમણે પણ મત આપ્યો છે અને નથી આપ્યો તમામને વંદન. જનતાને સંબોધિત કરતા કહ્યું કે, તમારી સામે સૌથી મોટો પડકાર હતો. પરંતુ, તમારા વિશ્વાસે મને જીત અપાવી છે. આ મારી નહીં તમારી જીત છે. વિસાવદરની જનતાએ AAP પર ભરોસો મુક્યો તે બદલ આભાર. ઇશ્વર મને કામ કરવાની શક્તિ આપે. સભા પહેલા ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, છછઁ ના તમામ નેતા, કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી છે. એક તરફ સત્તાનું અભિમાન હતું, બીજી તરફ દુ:ખી પ્રજાનાં આશીર્વાદ હતા. મારી યુવનાનો અપીલ છે કે આગળ આવો અને આત્મા જગાડો. આજથી ગુજરાતમાં ક્રાંતિનાં બીજ રોપાઈ ગયા છે.
ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં અનુક્રમે ૫૪.૬૧ ટકા અને ૫૪.૪૯ ટકા મતદાન થયું હતું. આપના ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ વિસાવદર બેઠક ખાલી પડી હતી. ભાજપે કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આપના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ, કડી એ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે જે ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન બાદ ખાલી પડી હતી. ભાજપે રાજેન્દ્ર છાબડા, કોંગ્રેસે રમેશ છાબડા અને આપના જગદીશ છાબડાને ઉમેદવાર બનાવ્યા હતા.