જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તેવા ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ-૧૦ના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત બોર્ડનું ધોરણ-૧૦નું પરિણામ ૨૫ મેના રોજ જાહેર થશે. તેમજ ધોરણ ૧૦નું પરિણામ બોર્ડની વેબસાઇટ પર જોઇ શકાશે. વહેલી સવારે ૮ કલાકે આ પરિણામ વેબસાઇટ www.gseb.org પર જોઇ શકાશે. બોર્ડ પરિણામો સાથે કામચલાઉ GSEB SSC માર્કશીટ ૨૦૨૩ બહાર પાડશે. વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અરજી કરવાનું શરૂ કરવા માટે આ માર્કશીટનો ઉપયોગ કરી શકે છે. GSEB ધોરણ-૧૦ની માર્કશીટ વિદ્યાર્થીઓને તેમની સંબંધિત શાળાઓ દ્વારા જાહેર કરવામાં આવશે. સત્તાવાર વેબસાઈટ પર વિદ્યાર્થીઓને ઓરિજિનલ માર્કશીટ સાથે સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ તેમના પરિણામોને ક્રોસ-ચેક કરવાની પણ સલાહ આપી છે.
વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા ગુજરાત બોર્ડનું ૧૦મું પરિણામ ૨૦૨૩ પણ જોઈ શકાશે. વ્યક્તિએ SSC<space |રોલ નંબર લખીને ૫૬૨૬૩ પર મોકલવાનો રહેશે. ગુજરાત બોર્ડના ૧૦મા પરિણામ ૨૦૨૩ના નવીનતમ અપડેટ્સ માટે વ્યક્તિએ GSEB મ્ના સત્તાવાર પોર્ટલની મુલાકાત લેતા રહેવું જોઈએ. ધોરણ-૧૦ના ૯.૫૦ લાખ વિદ્યાર્થીઓના પરિણામની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે પરિણામની તારીખ બોર્ડ દ્વારા જાહેર કરવામા આવી છે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. જીએસઈબી બોર્ડ એસએસસી, એચએસસી ૨૦૨૩ની યોજનાઓ અનુસાર વિદ્યાર્થીઓએ પાસ થવા માટે દરેક વિષયોમાં ઓછામાં ઓછો ગ્રેડ ડી પ્રાપ્ત કરવો પડશે. વિષયોમાં ગ્રેડ ઈ૧ કે ગ્રેડ ઈ૨ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને જીએસઈબી પૂરક પરીક્ષાના માધ્યમથી અંક સુધારવાની તક મળશે. જીએસઈબી ૨૦૨૩ માર્કિંગ સ્કીમ ગુજરાત બોર્ડ અનુસાર એ૧ ગ્રેડ પ્રાપ્ત કરવા માટે ૯૦ ટકાથી વધુ અંક પ્રાપ્ત કરવા પડશે, એ ગ્રેડ પ્રાપ્ત કરવા માટે ૮૦ અને ૯૦ ટકા માર્ક્સ વચ્ચે. જ્યારે ૭૦થી ૮૦ ટકા સુધી અંક મેળવનાર વિદ્યાર્થીઓને બી ગ્રેડ મળે છે. સૌથી નિચલો ગ્રેડ-ડી, ૪૦ કે તેનાથી ઓછા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.