અમદાવાદ : ગુજરાત ભાજપ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને રાખડી મોકલવામાં આવશે. આ માટે ગુજરાત મહિલા મોરચા દ્વારા રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ ૨૫ હજાર જેટલી રાખડીઓ રાજધાની દિલ્હી ખાતે મોકલવામાં આવશે. આ રાખડીઓ સાથે વડાપ્રધાનને પત્ર પણ મોકલવામાં આવશે.
મહિલા મોરચાનાં પ્રમુખ ડો. દીપિકા સરવડાએ જણાવ્યું હતું કે, પીએમ મોદીને ૨૫ હજાર જેટલી રાખડીઓ મોકલવામાં આવશે. આ રાખડીઓ સાથે પત્ર પણ લખવામાં આવશે, જેમાં પીએમ મોદીએ મહિલાઓ માટે કરેલા કામોનો ઉલ્લેખ કરવામાં આવશે. રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે ૧ હજાર જેટલી બહેનો રક્ષાબંધનની ઉજવણી કરશે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ પર ઉત્સાહભેર ઊજવાય છે. આ દિવસે બહેનો પોતાનાં ભાઈને હાથ પર રાખડી બાંધીને તેમની સુરક્ષાનું વચન માગે છે. આ તહેવાર ભાઈ-બહેનનાં પવિત્ર બંધનનું પ્રતીક ગણાય છે. ત્યારે આ વર્ષે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને ભાજપ મહિલા મોરચા દ્વારા રાખડી મોકલવામાં આવશે. માહિતી મુજબ, ગુજરાત મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન મોદીને મોકલવા માટે રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે.
ગ્રેટર નોઈડામાં ગર્લ્સ હોસ્ટેલના લાગી આગ, જીવ બચાવવા છોકરીઓ બીજા માળેથી કૂદવા લાગી
ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક-3 વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગવાની ઘટના બની હતી. ગર્લ્સ હોસ્ટેલમાં આગના બનાવથી સમગ્ર વિસ્તારમાં...
Read more