અમદાવાદ : ગુજરાત સ્થિત khatriji.in એ સંખ્યાબંધ વિશેષતાઓથી સજ્જ પોતાની નવી એપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે બ્રાન્ડ અને ઓનલાઇન શોપિંગ કરવા ઇચ્છતા ગ્રાહકો બંન્ને માટે લાભદાયી બની રહેશે. આ નવી એપ અત્યંત સ્પર્ધાત્મક માર્કેટમાં પોતાની વિશિષ્ટ ઓફરિંગ્સ, સર્વિસિસ, ડિલિવરી નેટવર્ક અને ગ્રાહકો સાથે લાંબાગાળાના સંબંધો સ્થાપિત કરીને હલચલ પેદા કરવા માટે સજ્જ છે. એપની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ગ્રાહક દ્વારા કરાયેલા પ્રત્યેક ટ્રાન્ઝેક્શન ઉપર તેમને દર વખતે કોઇપણ પ્રકારના પ્રમોશનલ કોડનો ઉપયોગ કર્યાં વિના આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહેશે.
મહત્વપૂર્ણ છે કે ઓનલાઇન શોપિંગ માટે ઉપલબ્ધ તમામ પ્રોડક્ટ્સ માત્ર ખત્રીજી બ્રાન્ડ્સની જજ રહેશે તેમજ આજે એપના લોન્ચ સાથે કંપનીએ બે નવી પ્રોડક્ટ્સ વેચાણ માટે ઉપલબ્ધ બનાવી છે.
- ન્યુડિયમ ચીપ – આ રેડિયેશન ચીપ જોખમી કિરણો અને રેડિયેશનથી માનવીના મગજને સુરક્ષિત રાખે છે
- ગોલ્ડ કાર્ડ – આ આરોગ્ય સંબંધિત લાભ ઓફર કરે છે.
જોકે, ટૂંક સમયમાં khatriji.in ઉપર વધુ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ બનાવવામાં આવશે, જેમાં બ્લુટુથ હેડફોન, મોબાઇલ અને અન્ય ઉપકરણો સામેલ છે. આ ઉપરાંત એપ ઉપર દરરોજ નવી પ્રોડક્ટ્સનો ઉમેરો થતો રહેશે.
khatriji.in એપની સૌથી વિશિષ્ટ બાબત એ છે કે વેબસાઇટ અથવા એપ દ્વારા કોઇપણ પ્રોડક્ટની ખરીદી ઉપર કંપની અને ગ્રાહક વચ્ચે નવી રિલેશનશીપનું નિર્માણ થશે. અન્ય વેબસાઇટ અથવા એપ ઉપર ખરીદી થઇ ગયાં બાદ રિલેશનશીપ સમાપ્ત થઇ જાય છે, પરંતુ અહીં દરેક ગ્રાહક સાથે કંપની પ્રીમિયમ મેમ્બર અથવા ગોલ્ડ મેમ્બર સ્વરૂપે નવી અને લાંબાગાળાની રિલેશનશીપ વિકસાવશે, જે અંતર્ગત ગ્રાહક અને ખરીદદારને કંપનીની પ્રોડક્ટ રીફર કરીને પોતાના માટે રિવોડ્ર્સ મેળવી શકશે. મતલબ કોઇપણ ગ્રાહક ચેઇનનું નિર્માણ કરીને આવકનો સ્રોત પ્રાપ્ત કરી શકશે.
ખત્રીજી ઉપર ચેઇન દ્વારા પ્રત્યેક ગ્રાહક નીચે મૂજબના ચાર પ્રકારની આવક મેળવી શકશે :
૧. રેફરલ ઇન્કમ
૨. ટ્રી ઇન્કમ
૩. રિપર્ચેઝ ઇમ્કમ
૪. કેશ-બેક ઇન્કમ
આ એપને લોન્ચ કરતાં khatriji.in ના ડાયરેક્ટર ચિંતન ખત્રીએ જણાવ્યું હતું કે, “નવી એપ દ્વારા અમે ઓનલાઇન ખરીદી કરવા ઇચ્છતા ગ્રાહકોને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ અત્યંત વાજબી કિંમતે ઓફર કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. અમારી એપ ઉપર પ્રત્યેક ગ્રાહકની જરૂરિયાત મૂજબની સેવાઓ અને પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. પ્રોડક્ટ્સની ખરીદી સાથે કંપની અને ગ્રાહક વચ્ચે લાંબાગાળાની રિલેશનશીપના નિર્માણ દ્વારા પ્રત્યેક ગ્રાહક કોઇપણ પ્રકારના રોકાણ કર્યાં વિના અમારી સાથે આવક મેળવી શકશે. આ ઉપરાંત khatriji.in ઉપર મહિલાઓ, વિદ્યાર્થીઓ, સિનિયર સિટિઝન્સ માટે આકર્ષક સ્કીમ રજૂ કરવામાં આવશે, જેથી તેઓ ઓનલાઇન ખરીદીનો ઉત્કૃષ્ટ અનુભવ કરવાની સાથે-સાથે આવક પણ મેળવી શકે.