ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સૌરાષ્ટ્રના અમરેલી વિધાનસભા બેઠક પરથી વિજેતા ૪૧ વર્ષના પરેશ ધાનાણી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા છે. પરેશ ધાનાણી સામાન્ય ખેડૂત પરીવારમાંથી આવે છે. તેમની રાજકીય કારકિર્દીનો પ્રારંભ તેમણે એનએસયુઆઇ યુથ કોંગ્રેસમાંથી કર્યો હતો. તેઓ પ્રથમવાર વર્ષ ૨૦૦૨માં ચૂંટણી જીત્યાં હતા.

ગુજરાત પરત ફરેલા પરેશ ધાનાણીનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરેશ ધાનાણીએ લોકોનું અભિવાદન સ્વાકારી પ્રતિક્રિયા આપી જણાવ્યું કે હું તમામને સાથે રાખીને ગુજરાતની સમસ્યાને વાચા આપીશ. ભાજપે ધન અને બળથી સરકાર બનાવી છે. હું ગુજરાતને ભષ્ટ્રાચાર મુક્ત બનાવવા માટે સતત લડતો રહીશ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે વિપક્ષના નેતા માટે હાઇકમાન્ડ દ્વારા યુવા અને ઉર્જાવાન પરેશ ધાનાણીની વરણી કરવામાં આવી છે.  તેઓ તમામ વિધાનસભ્યોને સાથે લઇને ચાલશે અને ગુજરાતમાં વિપક્ષને મજબૂત બનાવશે.

 

Share This Article